વડાપ્રધાનને ભાજપની કવિતા સંભળાવી પ્રભાવિત કરનાર બાળકી આરાધ્યાનો વધુ એક વીડિયો વાયરલ
સુરેન્દ્રનગરમા પીએમ મોદીની સભામાં જઇને નરેન્દ્ર મોદીને ભાજપની કવિતા સંભળાવનારી બાળકી આરાધ્યાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ બાળકીએ PMમોદીને ભાજપ વિશે કવિતા સંભળવાની પ્રભાવિત કર્યા હતા.ભાજપની કવિતા સંભળાવીને આ બાળકી ખુબ વાયરલ થઇ હતી. ત્યારે આજે ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે આરાધ્યાએ આ જીતને લઇને પણ કવિતા બનાવી તેનો વીડિયો શેર કર્યો છે.
વડાપ્રધાનને ભાજપની કવિતા સંભળાવી પ્રભાવિત કરનાર બાળકી આરાધ્યાનો વધુ એક વીડિયો વાયરલ#PMModi #poetry #Aradhya #GujaratElection2022 #GujaratElections #NewsUpdate #news #NarendraModi #Viral #RAVINDRAJADEJA #ViralVideos #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/SOOWjxGMj9
— Hum Dekhenge News (@humdekhengenews) December 10, 2022
જાણો કવિતામાં આરાધ્યાએ શુ કહ્યું
આરાધ્યાએ આ વીડિયામાં કહ્યું કે “ઇતિહાસ ઇતિહાસ ઇતિહાસ ભાજપે રચી દીધો છે ગુજરાતનો ઇતિહાસ, જીતનો જશ્ન છે અને રેકોર્ડોની પણ ઝાર, અરે 27 વર્ષે પણ પણ અખંડ છે આ ભાજપનો કાર્યકાળ, ન ચાલી મફતની રેવડી કે જુઠ્ઠા વચનો પણ વાર, આ ગુજરાતની ખમીરવંતી જનતાએ કર્યા આવા દરેકના સુપડા સાફ, પરિણામ બોલે છે. સર્વે કર્યો એક જ સાદ ગુજરાતમાં તો માત્ર ભાજપનો જ્ય જ્યકાર ભાજપનો જ્ય જ્ય કાર”
જાણો કોણ છે આરાધ્યા
આરાધ્યા ભાજપ નેતા કિરીટસિંહ રાણાના ભાણી થાય છે. કિરીટસિંહ રાણા લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર પણ છે. આ પ્રચારની કામગીરી પુર્ણ થયા પછી વડાપ્રધાન મોદી સાથે આરાધ્યાની મુલાકાત થઈ હતી ત્યારે આ છોકરીના શબ્દો સાંભળી વડાપ્રધાન મોદી ખુશ થઈ ગયા હતા. તેમણે આ દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો અને તેને રાજી કરી હતી.
આરાધ્યાએ વડાપ્રધાનને કવિતા સંભળાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. જાહેર સભા બાદ એક સાત વર્ષની બાળકીએ ભાજપ વિશે વડાપ્રધાનને કવિતા સંભળાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો. આ કવિતા સાંભળી મોદીએ બાળકીનાં વખાણ કર્યાં હતાં. વડા પ્રધાનને કવિતા સંભળાવતો વીડિયો ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી શૅર પણ કરવામાં આવ્યો હતો. આધ્યાએ આટલી નાનકડી ઉંમરે એક અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કરી સૌ કોઇનું દીલ જીતી લીધુ હતું.