2023માં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, સમૃદ્ધિમાં થશે વધારો
નવુ વર્ષ 2023 શરૂ થવાનું છે. દરેક વ્યક્તિને એવી આશા હોય કે નવુ વર્ષ આપણને લાભ કરાવે. નવા વર્ષને લઇને લોકોમાં જબરજસ્ત ઉમંગ હોય છે. આવા સંજોગોમાં જો તમે વર્ષ 2023ને શુભ અને લાભદાયક બનાવવા ઇચ્છો છો તો વાસ્તુની કેટલીક ટિપ્સ તેમાં તમને મદદ કરશે. આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે અને કમાણીના અન્ય રસ્તાઓ પણ ખુલશે. મોંઘવારીની અસર જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે, પરંતુ નવા વર્ષમાં બધુ જ સારું થશે. જો તમે આ વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમે પણ વાસ્તુના ચમત્કારને માની જશો.
ઘરના પ્રવેશદ્વાર પર લગાવો ઘોડાની નાળ
વાસ્તુ અનુસાર નવા વર્ષમાં ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવો. ઘોડાની નાળથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી અને સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે. સાથે સાથે આ સૌભાગ્ય અને શુભત્વનું પણ પ્રતિક છે. જેના કારણે ઘરના સભ્યોની પ્રગતિ થાય છે અને અરસપરસ પ્રેમ જળવાયેલો રહે છે.
બિઝનેસમાં સમૃદ્ધિ માટે મિરર લગાવો
જો તમારો વ્યવસાય કે બિઝનેસ સુસ્ત ચાલી રહ્યો છે તો નવા વર્ષમાં તમે મિરર લગાવી શકો છો. તે તમને બેગણા લાભ આપવાની ક્ષમતા રાખે છે. તમે ઘણી વાર ચા, કોફીની દુકાન, રેસ્ટોરાંમાં કોલ્ડડ્રિંકની દુકાનો વગેરેમાં મોટાભાગે દર્પણ હોય છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હોય છે કે વ્યસ્તતા કે ભીડ-ભાડનુ કાલ્પનિક ચિત્રણ કરવું, ઘર અને ઓફિસમાં દર્પણ લગાવવાનું શુભ અને સમૃદ્ધિદાયક મનાયુ છે.
નકારાત્મક ઉર્જા દુર કરશે વાંસનુ ઝાડ
નવા વર્ષને સમૃદ્ધિદાયક બનાવવા માટે વાંસનુ ઝાડ તમારી ઓફિસ કે ઘરમાં રાખી શકો છો. આ ઝાડ સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. સાથે સાથે તે તમારી આસપાસની નેગેટીવ એનર્જીને શોષી લે છે. જો તમારા ઘરમાં કે ડ્રોઇંગ રૂમમાં કે પછી કિચનમાં વાસ્તુ દોષ હોય તો તમે તેને ત્યાં પણ રાખી શકો છો. ઘરના દરવાજા બહાર તે લગાવવાની ધન સંપતિ વધશે.
ઘરમાં રાખો લાફિંગ બુદ્ધા
વર્ષ 2023ને ખુશનુમા બનાવવુ હોય તો તમે ઘરમાં એક લાફિંગ બુદ્ધા રાખો. ઘરના ડ્રોઇંગ રૂમમાં દરવાજા તરફ મોં કરીને તે રાખો. તે ધન સંપતિનો દેવતા માનવામાં આવે છે. તે આર્થિક તંગીને દુર કરે છે અને તેની મદદથી ક્યાંક ફસાયેલા નાણાં પણ મળી જાય છે.
આ પણ વાંચોઃ ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન માટે આ છે ભારતના ખાસ સ્થળો