ગુજરાતચૂંટણી 2022

ભારતના કેન્દ્રીય મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)માં શું હોય છે અંતર ? જાણો

8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ સરકાર હવે નવું મંત્રી મંડળ બનાવવા જઇ રહી છે. આ મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)નું ઘણુ મહત્વ હોય છે. પરંતુ આ ત્રણેય પદ વચ્ચે ઘણું અંતર છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા નવી સરકાર રચવાની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. હવે જુના મંત્રી મંડળનું વિસર્જન કરી નવુ મંત્રી મંડળ રચવા માટે પાર્ટીએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત આજે કમલમ ખાતે મળેવી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ હવે નવામંત્રીઓને લઇને પણ કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક નવા અને જુના ચહેરાને સ્થાન આપવામાં આવશે.ત્યારે મંત્રી મંડળના વિસ્તરણ બાદ અનેક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કેબિનેટ અને રાજ્યમંત્રીમાં શું અંતર હોય છે. જાણો આ ત્રણેય પદમાં શું અંતર હોય છે.

કેબિનેટ મંત્રીઓ-humdekhengenews
ફાઇલ ફોટો

ભારતના કેન્દ્રીય મંત્રી મંડળમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે. જેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સામેલ હોય છે. તેમાં વધતાથી ઓછા પાવર ક્રમના હિસાબથી કેબિનેટ મંત્રી પહેલા નંબર પર આવે છે. આ કેબિનેટના સભ્ય મંત્રી મંડળનો તે ભાગ હોય છે. જેમના પર મંત્રાલયનું નેતૃત્વ કરવાની જવાબદારી હોય છે. કેબિનેટ મંત્રી બાદ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો બીજા નંબરે આવે છે જેમને જુનિયર મંત્રી કહેવાય છે. જોકે તે કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરતા નથી.અને ત્યાર બાદ ત્રીજા નંબર પર આવે છે રાજ્ય મંત્રી જે કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે. તેમને સામાન્ય રીતે તે મંત્રાલયમાં એક વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે.

કેબિનેટ મંત્રી

કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેંસલામાં તેમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થતી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય છે. જેથી કેબિનેટ મંત્રીનું પદ ઘણુ મહત્વનું પદ ગણવામાં આવે છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સીધા જ પ્રધાનમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જૂનિયર મિનિસ્ટર પણ કહેવાય છે. તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામાન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતા નથી. પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે.

રાજ્ય મંત્રી

રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોઈ શકે છે. એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે. જેની ફાળવણી તેમને કરવામાં આવે છે. તેનાથી કેબિનેટ મંત્રીને મંત્રાલયને ચલાવવામાં સરળતા મળે છે.

આ પણ વાંચો :નવી સરકારની રચનામાં કેટલાક જુના જોગીઓ કપાશે ? કમલમ ખાતે બેઠક પૂર્વે અટકળો બની તેજ

Back to top button