ટ્રાવેલ

ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન માટે આ છે ભારતના ખાસ સ્થળો

વર્ષનો સૌથી સુંદર મહિનો શરૂ થઈ ગયો છે. ડિસેમ્બરમાં ક્રિસમસનો તહેવાર આવતો હોય છે તેમજ નવા વર્ષની અને વર્ષના અંતિમ વર્ષ તરીકેની પણ આ મહિનામાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મહિનામાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે, મોટાભાગના લોકો આ સમય દરમિયાન ફરવા જવાનુ પ્લાનિંગ કરતા હોય છે ત્યારે 20 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે, આથી આ સમય દરમિયાન લોકો ફરવાનું પસંદ કરતા હોય છે. હિમવર્ષા દરમિયાન પહાડી વિસ્તારો પરીયોની કહાનીની જેમ ખૂબ જ સુંદર અને નયન રમ્ય લાગે છે. નાતાલના સમયે મોટાભાગના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે. આવી સ્થિતિમાં બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો, દૂર દૂરથી દેખાતો બરફ અને થીજી ગયેલી નદીઓ જોઈને ખૂબ જ સારું લાગે છે.

આ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જે આ સમયે ખૂબ જ સુંદર લાગે છે, તો જો તમે પણ આ ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે કોઈ ખાસ સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવી જગ્યાઓ છે જ્યાં તમે ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે ફરવા જઈ શકો છો.

કુમારકોમ

KUMARKOM-HUM DEKHENGE NEWS
કેરળનું એક નાનું અને સુંદર શહેર

કુમારકોમ કેરળનું એક નાનું અને સુંદર શહેર છે જે વેમ્બનાદ તળાવના કિનારે આવેલું છે. દક્ષિણ ભારતમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં કેરળમાં સ્થિત કુમારકોમ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે યોગ્ય સ્થળ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ‘શિયાળા’માં બહાર ફરવા જવાનું વિચારો છો…..તો આ રહ્યાં ‘બેસ્ટ વિન્ટર ડેસ્ટિનેશન’

બિનસાર

DELHI-HUM DEKHENGE NEWS
ક્રિસમસ દરમિયાન અહીં હિમવર્ષા થાય છે.

ઉત્તરાખંડમાં સ્થિત બિંસર વિશે હજુ ઘણા લોકો જાણતા નથી. જો તમે દિલ્હીથી બિનસર જઈ રહ્યા છો તો રોડ ટ્રીપ દ્વારા અહીં પહોંચવામાં તમને 8 થી 9 કલાકનો સમય લાગશે. ક્રિસમસ દરમિયાન અહીં હિમવર્ષા થાય છે. અહીંથી નંદા દેવી શિખરનો નજારો ખૂબ જ સુંદર છે.

ગોવા 

GOA-HUM DEKHENGE NEWS
આ સમય દરમિયાન એન્જોય કરવા માટે યોગ્ય સ્થળ

જો તમને ઠંડી વધુ પસંદ નથી, તો તમે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા પણ જઈ શકો છો. ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અહીં ઘણી બધી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. જો તમને પાર્ટી કરવી ખૂબ ગમે છે, તો ગોવા તમારા માટે આ સમય દરમિયાન એન્જોય કરવા માટે યોગ્ય સ્થળ સાબિત થઈ શકે છે. ગોવામાં ક્રિસમસ અને નવું વર્ષ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

બરોગ 

BAROG-HUM DEKHENGE NEWS
બરોગનું રેલ્વે સ્ટેશન પ્રખ્યાત

બરોગ એ હિમાચલ પ્રદેશના ઑફબીટ સ્થળોમાંનું એક છે. ક્રિસમસના અવસર પર અહીં હિમવર્ષા થાય છે, તેથી આ સ્થળ તમારા માટે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે યોગ્ય સાબિત થઈ શકે છે. બરોગનું રેલ્વે સ્ટેશન પ્રખ્યાત છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે

શ્રીનગર 

SHRINAGAR-HUM DEKHENGE NEWS
ક્રિસમસ દરમિયાન અહીં વિન્ટર કાર્નિવલનું આયોજન

શ્રીનગરની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવે છે. અહીં તમે કોઈપણ સિઝનમાં ફરવા જઈ શકો છો. પરંતુ જો તમે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છો તો આ સમય તમારા માટે હંમેશા માટે યાદગાર બની રહેશે. અહીં ઉંચા બરફીલા પહાડો, થીજી ગયેલા દાલ તળાવ અને વૃક્ષો પર થીજી ગયેલો બરફ જોવાનો એક અલગ જ અનુભવ છે…. દર વર્ષે ક્રિસમસ દરમિયાન અહીં વિન્ટર કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવે છે.

Back to top button