ધર્મ

અખુરથ સંકટ ચોથમાં કરો આ રીતે પુજા, ગણેશજી રહેશે પ્રસન્ન

Text To Speech

માગશર મહિનાની સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે. 11 ડિસેમ્બર, રવિવારના રોજ આ વ્રત કરવામાં આવશે. સંકટ ચોથનો અર્થ સંકટને હરનાર થાય છે. સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ શબ્દ છે, જેનો અર્થ મુશ્કેલ સમયથી મુક્તિ મેળવવાનો છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખોથી છુટકારો મેળવવા માટે ગણપતિની આરાધના કરે છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયક હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ પણ વધારે હોય છે. ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો આ દિવસે તેમની ખાસ પુજા કરવામાં આવે છે.

અખુરથ સંકટ ચોથમાં કરો આ રીતે પુજા, ગણેશજી રહેશે પ્રસન્ન hum dekhenge news

ભગવાન ગણેશને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હરનાર પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્ત થાય છે.

અખુરથ સંકટ ચોથમાં કરો આ રીતે પુજા, ગણેશજી રહેશે પ્રસન્ન hum dekhenge news

આ રીતે કરો પુજા-વિધિ

  • આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સાફ કપડા પહેરો
  • રવિવાર હોવાથી આ દિવસે હળવા સફેદ કે ગુલાબી અથવા આછા ઓરેન્જ રંગના કપડા પહેરવા પણ શુભ માનવામાં આવે છે.
  • ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વ્રત અને પર્વમાં તે દિવસ પ્રમાણે કપડા પહેરવાથી વ્રત સફળ થઈ જાય છે.
  • ગણેશજીની મૂર્તિને ફૂલથી સજાવો.
  • ઘરના મંદિરમાં દીપક પ્રગટાવો, શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કે એકટાણું કરો
  • પૂજામાં તલ, ગોળ, લાડવા, ફૂલ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળા કે નારિયેળ ધરાવો.
  • સંકટ ચોથના દિવસે ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે.
  • સાંજના સમયે ચંદ્રોદય પહેલાં ગણેશજીની પૂજા કરો અને સંકટ વ્રત કથાનો પાઠ કરો. ગણેશજીની આરતી જરૂર કરો
Back to top button