ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

પી.ટી.ઉષા બન્યા IOA ના પહેલા મહિલા પ્રમુખ : 1960 પછી કોઈ ખેલાડીને મળ્યુ અધ્યક્ષનું સ્થાન

Text To Speech

ભારતીય એથલિટ પી.ટી ઉષાએ આજે ઈતિહાસ રચ્યો છે. વર્ષ 1960 પછી આજે પહેલીવાર કોઈ ખેલાડીને ભારતીય ઓલિમ્પિક સંઘના પહેલા મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, અને આ ખેલાડી અન્ય કોઈ નહિ પરંતુ ભારતીય દોડવીર આપણા પી.ટી.ઉષા છે.

આ પણ વાંચો : IndVsBan : ઈશાન કિશનની બેવડી સદી તો કોહલીની ત્રણ વર્ષ પછી વનડેમાં સદી

દેશના પહેલા મહિલા પ્રમુખ બન્યા પી.ટી ઉષા

ભારતીય ઓલિમ્પિક સંઘમા દેશના પહેલા મહિલા પ્રમુખ બનેલા પી.ટી.ઉષા પ્રમુખની ચૂંટણીમાં બિનહરીફ રીતે વિજેતા થયા છે. 1960 પછી પ્રમુખ બનેલા પી.ટી.ઉષા પહેલા 1938-1960 સુધી મહારાજા યાદવિંદરસિંહ IAOના પ્રમુખ હતા, જેઓ એક ખેલાડી હતા.

દેશ માટે જીત્યા છે આ ખીતાબો 

પી.ટી.ઉષાએ ભારત તરફથી એશિયા ઓલોમ્પિકમાં 4 ગોલ્ડ મેડલો અને 7 સિલ્વર મેડલો જીતી ચૂક્યા છે. તેઓએ 1982,1986,1990 અને 1994માં રમાયેલી એશિયા ઓલોમ્પિકમાં આ મેડેલો જીત્યા હતા. આ સિવાય 1984ના ઓલોમ્પિકમાં પણ પી.ટી.ઉષા 400 મીટક દોડની ફાઈનલમાં ચોથા નંબર પર રહી હતી. આ સિવાય તેમણે એશિયા ચેમ્પિયનશીપમાં પણ 14 ગોલ્ડ,6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલો દેશને આપ્યા છે.

શું છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)  ? 

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) અથવા ભારતીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ ઓલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એથ્લેટિક મીટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને આ ઇવેન્ટ્સ માટે ભારતીય ટીમોના સંચાલન માટે રમતવીરોની પસંદગી માટે જવાબદાર સંસ્થા છે.

Back to top button