જો તમારું બાળક કે તમે ટેલિગ્રામનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો થઈ જાવ સાવધાન
સોશિયલ મીડિયાને લઈને અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે, તેવામાં તાજેતરમાં જ અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ છે, આ ફરિયાદ અમદાવાદના એક પિતાએ નોંધાઈ છે. અમદાવાદમાં અભ્યાસ માટે ટેલિગ્રામ એપ્લિકેનનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીના એકાઉન્ટ પર પોર્ન વિડીયો મોકલવાની ફરીયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : હવે WhatsApp માં પણ બનાવો તમારો નવો અવતાર : જાણો આ અપડેટ વિશે
પિતાએ નોંધાઈ ફરિયાદ
હકીકતમાં વાત એમ છે કે, અમદાવાદમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી પોતાના અભ્યાસ માટે ટેલીગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, ત્યારે અમુક એકાઉન્ટ દ્વારા તેના એકાઉન્ટ પર પોર્ન વિડીયો મોકલવામાં આવતા હતા. આ મુદ્દે તે વિદ્યાર્થીના પિતાએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ એકાઉન્ટ પરથી મોકલવામાં આવતા હતા પોર્ન વિડીયો
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવતા પિતાએ કહ્યુ કે તેમનો પુત્ર ધોરણ 12માં અભ્યાસ કરે છે અને તે અભ્યાસ માટે ટેલિગ્રામનો ઉપયોગ કરે છે તે ટેલિગ્રામ એકાઉન્ટ પર imoptimus,vaibhav_kaushik_56, ITZAADARSH,chota_don_is_here આ વ્યક્તિઓના નામના એકાઉન્ટ દ્વારા આ વિડીયો મોકલવામાં આવતા હતા. પિતાનુ કહેવુ છે કે આ હરકત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને વધાવો આપે છે અને આના થકી તેઓ માનસિક રીતે બાળકોનું જાતીય શોષણ કરે છે. તેથી સાઈબર ક્રાઈમે આ મુદ્દાને ગંભીરતાથી લઈ વધુ તપાસ હાથ ધરી છે.