ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IndVsBan : ઈશાન કિશનની બેવડી સદી તો કોહલીની ત્રણ વર્ષ પછી વનડેમાં સદી

Text To Speech

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ ત્રીજી વનડેમાં ભારતીય ઓપનર ઈશાન કિશાને બેવડી સદી ફટકારી વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 200થી વધુ રન ફટકારનાર યાદીમાં ઈશાન કિશને પોતાનું સ્થાન નક્કી કર્યુ છે. ઈશાન 200 રન મારનાર ભારતનો ચોથો અને વિશ્વનો 11મો ખેલાડી બન્યો છે. ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો ઈશાન કિશાન પહેલા,ભારતીય ઓપનર સચીન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્માએ 200 રન ફટકાર્યા છે. આ સિવાય આ મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સદી નોંધાવી છે.

આ પણ વાંચો : BCCI એ જાહેેર કર્યુ આગામી 3 મહિનાનું શિડ્યુલ : આ ટીમો સામે ટકરાશે ભારતીય ટીમ

બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો ઈશાન

ભારત અને બાંગ્લાદેશની ત્રીજી વનડેમાં ભારત તરફથી ઓપનિંગ કરવા ઉતરેલા ઈશાને 131 બોલમાં 210 રન ફટકાર્યા છે, આ ધમાકેદાર ઈનિંગ દરમ્યાન તેણે 10 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા છે. આ બેવડી સદીમાં તેણે 160.31ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા અને 36મી ઓવરના અંતે તસ્કીન એહમદના હાથે આઉટ થયો હતો અને તેની ઐતિહાસિક ઈનિંગનો અંત આવ્યો હતો.

વિરાટ કોહલીની પણ સદી 

ઈશાન કિશાનની સાથે વિરાટ કોહલીએ પણ વહેતી ગંગામાં હાથ ધોયા હતા. વિરાટે 91 બોલમાં 113 રન ફટકાર્યા હતા. વિરાટે આ ઈનિંગ દરમ્યાન 2 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા, આ દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 124.18 જેટલી રહી હતી. વાત કરવામાં આવે વિરાટ કોહલીના ફોર્મની તો તેણે હાલમાં એશિયા કપ દરમ્યાન તેની 71મી સદી ફટકારી હતી. વિરાટે આજે તેની કારર્કિદીની 72મી અને ODIમાં 44મી સદી ફટકારી છે. વિરાટ 113 રન બનાવીને 41ની ઓવરમાં શાકિબ ઉલ હસનના બોલ પર આઉટ થયો હતો.

IND vs BAN  

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાય રહેલ ત્રીજી વનડેમાં ઈશાન કિશાન અને વિરાટ કોહલીની 200થી વધુ રનની ભાગીદારી થકી ભારતે 44 ઓવરમાં 360 રન ફટકારી દીધા છે. ભારતના 5 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ચૂક્યા છે અને હજી 6 ઓવરો હાથમાં છે. પીચ પર હાલ વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ રમી રહ્યા છે.

Back to top button