ગજરાતમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીમંડળની રચના કરવાની કવાયત તેજ કરી છે. જ અંતર્ગત આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા ગુજરાતમાં આવ્યા છે. અને આજે તેઓની ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં ભૂપેન્દ્ર પટેલને ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે બેઠક મળ્યા બાદ સત્તાવાર રીતે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકમાં કનુ દેસાઇ દ્વારા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને શંકર ચૌધરી,પૂર્ણેશ મોદી, રમણ પાટકર,મનીષા વકીલે સહિત અનેકે ટેકો જાહેર કર્યો છે.
નવી સરકારમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે તેની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલનુ નામ નક્કી કરવામાં આવ્યું છે. ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય કમલમમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક. મળી હતી. સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, વિજય રૂપાણી, રાજનાથસિંહ સહિતના દિગ્ગજો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. જેથી ગુજરાતમાંફરી એક વાર ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે તે ફાઇનલ થઇ ગયું છે. તેઓ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતે જીત મેળવી છે. તેમણે 1 લાખ 92 હજારની લીડ સાથે જીતીને રેકોર્ડ સર્જો છે.
આ પણ વાંચો :નવી સરકારની રચનામાં કેટલાક જુના જોગીઓ કપાશે ? કમલમ ખાતે બેઠક પૂર્વે અટકળો બની તેજ