બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઉનડકટની એન્ટ્રી, 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરશે
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટનું ભારતીય ટીમમાં સિલેક્શન થયુ છે. તેણે તાજેતરમાં સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું, જે બાદ તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત
ઉનડકટ 12 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરી રહ્યો છે. ઉનડકટ 2010માં ટેસ્ટ મેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે સમયે તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. તેની સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારકિર્દીની એકમાત્ર ટેસ્ટ મેચ હતી. આ પછી તેને રેડ બોલ ફોર્મેટમાં તક મળી નથી. રણજી ટ્રોફીમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેને ફરી એકવાર ભારતીય ટીમમાં રમવાની તક મળી છે.
આ પણ વાંચો: ક્લીન સ્વીપથી બચવા ટીમ ઈન્ડિયાનો ‘માસ્ટર પ્લાન’ ! પ્લેઇંગ ઈલેવનમાં મોટો ફેરફાર થશે
મોહમ્મદ શમીના સ્થાને રમશે ઉનડકટ
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે શમી પહેલેથી જ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઉનાડકટ હાલમાં રાજકોટમાં છે અને તેની વિઝા પ્રક્રિયા પૂરી થતાં જ બાંગ્લાદેશ જવા રવાના થશે. બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન ચિત્તાગોંગમાં રમાશે. અગાઉ જયદેવે 2019-20ની રણજી સિઝનમાં વિક્રમી 67 વિકેટ લઈને તેની કેપ્ટનશિપ હેઠળ સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી તાજેતરના વિજય હજરે ટ્રોફીમાં સૌથી વધુ 19 વિકેટ લઈને સૌરાષ્ટ્રને ટાઈટલ અપાવ્યું હતું.
SCA પ્રમુખે આપી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહને અભિનંદન આપતાં જણાવ્યું કે, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જયદેવ અંકટની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે તે જાણીને ખરેખર આનંદ થયો. તેમની કપ્તાની હેઠળ, સૌરાષ્ટ્રે 2019-20માં રણજી ટ્રોફી જીતી હતી અને તે શ્રેણીમાં ઝડપી બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો હતો.