ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ડીસામાં નવનિર્વાચિત ધારાસભ્ય પ્રવીણ માળીનું કરાયું વિષેશ સન્માન

Text To Speech

પાલનપુર :બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લીડ મેળવી વિજેતા બનેલા ડીસાના નવ નિર્વાચીત ધારાસભ્ય પ્રવીણ માળીનું શુક્રવારે સાંજે સાંઈબાબા મંદિરના ચોકમાં વિષેશ બહુમાન કરવામાં આવ્યું હતું. સાંજે પ્રવીણ માળીનું કમળના ફૂલની પ્રતિકૃતિ વાળો ‘કમળ’ ભેટ આપીને અગ્રણીઓએ સન્માન કર્યું હતું. અને અનેક લોકોએ ફુલહાર પહેરાવીને બહુમાન કર્યું હતું.

મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા

 

જ્યારે પ્રવીણ માળીએ તેમના વક્તવ્ય શરૂ કરતાં પહેલાં એક શેર લલકારીને પોતાનું પ્રવચન શરૂ કર્યું હતું. તેમને અહીંનો કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો સામેવાળા વ્યક્તિ ને તે ડીસાથી આવ્યો છે તેવું ગૌરવ થાય એવું કામ કરીશ તેમ જણાવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ડીસાના શહેરીજનોએ હાથમાં રહેલા મોબાઇલની લાઈટ કરીને સમર્થન આપી “ભારત માતાકી જય” નો જયઘોષ કર્યો હતો.

સાઈબાબા મંદિર ચોકમાં જીતની આતશબાજી

ત્યારબાદ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજીથી શહેરનું આકાશ રંગબેરંગી પ્રકાશથી જળહળી ઉઠ્યું હતું. પ્રવીણ માળીના સન્માન સમયે  મગનભાઈ માળી, ઠાકોર સમાજના અગ્રણી બાદરસિંહ વાઘેલા, ચેતનભાઇ ત્રિવેદી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ સંજય ભાઈ ગેલોત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાત કરશે G-20 સમિટની 15 બેઠકોની યજમાની, તૈયારીઓ આરંભી દેવાય

Back to top button