ગુજરાત કરશે G-20 સમિટની 15 બેઠકોની યજમાની, તૈયારીઓ આરંભી દેવાય
G-20 સમિટની 15 બેઠકો માટે ગુજરાતને યજમાની કરવાનો મોકો મળ્યો છે. ત્યારે ઘણું મહત્વની વાત છે ભારતને G-20 ની સમિટની બેઠકોની યજમાની થવાની હતી. જેમાંથી 15 બેઠક ગુજરાતમાં યોજવામાં આવશે. જેને લઈને રાજ્ય મુખ્યમંત્રીએ આયોજનની તૈયારી કરી દીધી છે.
G-20 સમિટની બેઠકની ગુજરાતમાં તૈયારીઓ શરુ
ગુજરાતમાં યોજાનાર G-20 સમિટને લઈને વડાપ્રધાને મુખ્યમંત્રીને કામગીરી સોંપી વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ સમિટની ગુજરાતમાં બેઠકનું ગ્લોબલ પ્લેટફોર્મ રાજ્યની વિવિધતા સાથે વિકાસયાત્રાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે. ત્યારે ગુજરાતમાં બેઠકને લઈને તૈયારી આરંભી દેતા મુખ્યમંત્રી દ્વારા ઝીણવટપૂર્વક સમગ્ર કામગીરીની ચકાસણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ બેઠકના સંદર્ભમાં આ અંગે કહ્યું હતુ કે ગુજરાતે જે ઝીણવટપૂર્વકના આયોજનો કર્યા તેનું વિવરણ વડાપ્રધાન અને બેઠક સમક્ષ આપ્યુ હતુ. તેમજ કહ્યું કે આ સમિટમાં ગુજરાતમાં આવનારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિમંડળો, મહેમાનો સમક્ષ ગુજરાતની આગવી પરંપરા, વિરાસત, સંસ્કૃતિ અભિનવ પરિયોજનાઓ, નિવેષ ક્ષમતા તથા અન્ય વિકાસ અવસરો પ્રભાવી રૂપે પ્રસ્તુત કરવામાં આવશે.
આ પણ વાંચો: પધારો મ્હારે દેશ : G20 શેરપા સમિટના સભ્યોએ લીધી કુંભલગઢની મુલાકાત
કમિટીની રચના
G-20 સમિટની 15 જેટલી બેઠકો ગુજરાતમાં યોજાશે તેમાં સહભાગી થનારા ડેલિગેશનને આતિથ્યભાવની વિવિધ અનુભૂતિ માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. રાજ્ય સરકારે આ અતિથિઓની સુરક્ષા, પ્રોટોકોલ, લોજિસ્ટિક્સ, પ્રવાસન જેવી બાબતો સહિત સમગ્ર સમિટના આયોજનને સફળ બનાવવા જૂદી જૂદી કમિટીઓની રચના કરી છે એની ભૂમિકા ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હતી. તેમણે જણાવ્યું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ અને એકતાનગરમાં આ સમિટની બેઠકો યોજાવાની છે. આ સ્થળોની આસપાસના પ્રવાસ, પર્યટન સ્થાનો, સ્થાનિક ખાનપાન, વ્યંજન, ઇતિહાસ, પરંપરાગત સંસ્કૃતિનો આનંદ પ્રતિનિધિમંડળો માણી શકે તેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
પ્રોટોકોલ સાથે સમગ્ર આયોજન
મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બનેલા ગુજરાતના ગિફ્ટ સિટી, ડ્રીમ સીટી સુરત, ધોલેરા SIR જેવા મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટની વિગતો પણ પ્રતિનિધિ મંડળને કરાવાશે તેની રૂપરેખા આપી હતી.બેઠકના આયોજન સ્થાનો પર રાજ્યના પ્રસિદ્ધ શિલ્પકારો અને કારીગરોના લાઇવ આર્ટ-ક્રાફ્ટ પ્રદર્શન કરવાનું પણ સુનિશ્ચિત થયું છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સમિટને જનભાગીદારીથી સફળ બનાવીને ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનના મંત્રને વિશ્વ સમુદાય સમક્ષ સાકાર કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પંકજ જોષી તેમજ વરિષ્ઠ સચિવો પણ ગાંધીનગર ખાતે હાજર રહ્યા હતા.