ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

નિતિન ગડકરીએ મસ્ક સામે આપ્યું નિવેદન, ક્હ્યું – ટેસ્લાએ ભારતમાં કરવું પડશે આ શરતોનું પાલન

Text To Speech

ટૂંક સમયમાં એલોન મસ્કની ટેસ્લા કંપનીની દુનિયાના લગભગ દરેક દેશમાં સ્થાપના કરવામાં આવશે, આ મુદ્દે ભારત સરકારનું એલોન મસ્ક માટે એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતના કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં નિતિન ગડકરીએ એલોન મસ્કને ખુલ્લુ નિવેદન આપી દીધુ છે કે જો તેને ભારતમાં પોતાની કંપની સ્થાપવી હશે તો તેણે ભારત સરકારની અમુક શરતોનું પાલન કરવું પડશે, શું હશે આ શરતો ? આવો જાણીએ.

આ પણ વાંચો : UPI Payment કરો છો, તો જાણી લો Paytm, GPay & PhonePe પર કેટલી છે લિમિટ

તાજેતરમાં જ એક ટીવી ઈન્ટરવ્યુ દરમ્યાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ હતુ કે એલોન મસ્ક ત્યારે જ ભારતમાં ટેસ્લાનો પ્રવેશ કરી શકે છે, જ્યારે તે ટેસ્લા કારનું ઉત્પાદન ભારતમાં કરે. આ ઉપરાંત નીતિન ગડકરીએ ભારત સરકારની આ શરતો એલોન મસ્ક સામે રાખતા નિવેદન આપ્યુ હતુ કે જ્યાં સુધી એલોન મસ્ક ચીનમાં કારનું ઉત્પાદન કરશે અને ભારતમાં માત્ર માર્કેટિંગ કરશે તો ભારતમાં તેમનો પ્રવેશ શક્ય નથી.

નીતિન ગડકરીએ મસ્કને કહી દીધી આ વાત

નીતિન ગડકરીએ એલોન મસ્કને કહ્યું કે જો તેઓ ટેસ્લા વાહનો માટે ભારતમાં પણ ઉત્પાદન એકમ સ્થાપશે, તો જ તેમને ભારતમાં માર્કેટિંગ ડિસ્કાઉન્ટન લાભો મળશે, કારણ કે  ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 7.5 લાખ કરોડનો છે અને સરકાર ઈચ્છે છે કે ભારત દુનિયામાં પહેલા નંબરનુ મેન્યુફેક્ચરિંગ હબ બને.  કેમ કે ઓટોમોબાઈલ ઉદ્યોગ સરકારને સૌથી વધુ GST ચૂકવે છે. એટલું જ નહીં, આ ક્ષેત્રે દેશના 4 કરોડ લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.

શું છે સરકારનો પ્રયાસ ? 

નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધે. જેના માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દેશમાં EVsનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ પણ કરી રહી છે. તેથી સરકાર ઈચ્છે છે કે ચીનમાંથી ટેસ્લા કાર આયાત કરવાને બદલે ભારતમાં તેનું ઉત્પાદન કરવામાં આવે, કારણ કે ભારત ઓટોમોબાઈલનું એક મોટું બજાર છે, તેથી ટેસ્લા જેવી કંપનીઓ માટે અહીં વિશાળ સંભાવનાઓ છે.

Back to top button