UPI Payment કરો છો, તો જાણી લો Paytm, GPay & PhonePe પર કેટલી છે લિમિટ
આજના ટેક્નોલોજીના યુગમાં UPI પેમેન્ટનું સામ્રાજ્ય છાયેલું છે. કોઈ સામાન્ય મજુરથી લઈને હાઈપ્રોફાઈલ મેનેજર સુધી તમામ લોકો ચૂકવણી માટે UPI પેમેન્ટોનો ઉપયોગ કરે છે. આ UPI પેમેન્ટ માટે Paytm, GPay & PhonePe જેવી ચૂકવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ અલગ-અલગ પેમેન્ટનાં ટ્રાન્જેક્શન માટે અલગ-અલગ લિમિટ રાખવામાં આવી છે. ત્યારે અમે તમને જણાવીએ કે આ તમામ પેમેન્ટ એપ્લિકેશન પર ટ્રાન્જેક્શન માટે કેટલી લિમિટ આપવામાં આવે છે.
આ પણ વાંચો : હવે WhatsApp માં પણ બનાવો તમારો નવો અવતાર : જાણો આ અપડેટ વિશે
કેટલી છે એક દિવસની લિમિટ ?
UPI પેમેન્ટ સિસ્ટમ માટે બેંકથી બેંક રિયલ ટાઈમ ટ્રાન્સફર કરવાનું હોય છે, તેથી અલગ-અલગ બેંક દ્વારા આ માટે અલગ-અલગ લિમિટ રાખવામાં આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ગાઈડલાઈન મુજબ UPIથી એક દિવસમાં 1 લાખ રુપિયા સુધીની લેવડ-દેવડ કરી શકાય છે, પરંતુ અમુક બેંકોએ આ લિમિટ માત્ર 25,000 રુપિયાની નક્કી કરી છે.
Paytm પર આટલી છે લિમિટ
UPI પેમેન્ટ માટે Paytm ઘણી પ્રખ્યાત એપ છે. મોટાભાગના લોકો ઓનલાઈન ચૂકવણી માટે Paytmનો ઉપયોગ વધુ કરતા હોય છે. Paytmની લિમિટની વાત કરવામા આવે તો તે 1 લાખ રુપિયાની છે. આ સિવાય Paytmની વાત કરવામાં આવે તો આ કંપની Paytm Payments Bank જેવી સુવિધા પણ આપે છે, જે શૂન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાર્જ સાથે ભારતની એકમાત્ર મોબાઈલ-પ્રથમ બેંક છે. આ સિવાય Paytm Payments Bankમાંથી Paytm વૉલેટ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ જેવી સુવિધાનો પણ લાભ લઈ શકાય છે.
PhonePe અને Gpay પર આટલી છે લિમિટ
Paytm સિવાય PhonePe અને Gpay જેવી એપ્લિકેશન પર પણ દરરોજની 1 લાખ રુપિયા સુધીના ટ્રાન્જેક્શન કરી શકાય છે. Gpay એક દિવસમાં 10 ટ્રાન્જેક્શન કરવાની સુવિધા આપે છે, જ્યારે PhonePe 10 થી 20 જેટલા ટ્રાન્જેક્શન કરવાની સુવિધા આપે છે.
જો કે PhonePe પરના ટ્રાન્જેક્શનની લિમિટ ઘણી વખત જે-તે બેંક પણ નક્કી કરતી હોય છે.
ઉપરાંત, આ બંને એપ પર કલાકના હિસાબથી કોઈ લિમિટ નક્કી નથી હોતી પણ ઘણી વખત 2000થી વધારે રુપિયાનું ટ્રાન્જેક્શન કરતી વખતે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે ઘણી વખત 2000 થી વધારે રુપિયાના ટ્રાન્જેક્શન કરતી વખતે આ બંને એપ દ્વારા પેમેન્ટને રોકી રાખવામાં આવે છે.