કુંભ રાશિ પર શનિની સાડા સાતીનો બીજો તબક્કોઃ સારો સમય લાવશે કે ખરાબ?
17 જાન્યુઆરી 2023ના રોજ ન્યાય દેવ શનિ મકર રાશિમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં કોઇ ગ્રહના વક્રી થવાનો અર્થ તેની ઉલટી ચાલ છે. શનિની ચાલમાં બદલાવ કુંભ રાશિના જાતકો માટે ખાસ રહેશે. જ્યોતિષોની વાત માનીએ તો શનિ મકર રાશિમાં વક્રી થતા જ કુંભ રાશિ પર શનિની સાડા સાતીનો બીજો તબક્કો શરૂ થઇ જશે. આવા સંજોગોમાં કેટલાક લોકોને ડર છે કે શનિની સાડા સાતી તેમની મુશ્કેલીઓ વધારી ન દે.
જ્યોતિષાચાર્યોની વાત માનીએ તો કર્મફળ દાતા શનિદેવ કોઇ પણ વ્યક્તિને કારણ વગર પરેશાન કરતા નથી. જેમની જન્મકુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ હોય છે, શનિ નીચનો હોય છે કે પાપ પ્રભાવમાં હોય છે, તેને શનિની સાડાસાતી વધુ પરેશાન કરે છે. 17 જાન્યુઆરીએ શરૂ થનારી શનિની સાડાસાતીનો બીજો તબક્કો કોના માટે લાભદાયી રહેશે.
બિમારીઓ અને ખર્ચાઓથી રાહત
17 જાન્યુઆરીના રોજ શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિના પહેલા ઘરમાં વિરાજમાન થશે અને સાડા સાતીના બીજા તબક્કાનો પ્રારંભ થઇ જશે. આ દરમિયાન શનિ તમારા 12માં ભાવથી બહાર થઇ જશે. જે આરોગ્ય અને ખર્ચાઓનું સ્થાન માનવામાં આવે છે. આવા સંજોગોમાં જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હશે તેને રાહત મળશે. સાથે સાથે તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રહેશે. શનિની દ્રષ્ટિ તમારા ત્રીજા, સાતમાં અને દસમાં ભાવ પર પડશે.
લક્ષ્યથી ભટકવાની સંભાવના
ત્રીજા ભાવ પર શનિની દ્રષ્ટિ તમને સારા પરિણામો તો આપી શકે છે, પરંતુ તમારે ભુલવુ ન જોઇએ કે શનિ એક અશુભ ગ્રહ પણ કહેવાય છે. આ કારણે તમારા જીવનમાં અનાવશ્યક બાધાઓ આવી શકે છે. વ્યક્તિની એકાગ્રતા ભંગ પણ થઇ શકે છે.
વૈવાહિક જીવનમાં સમસ્યાઓ
સાતમાં ભાવમાં શનિની હાજરી વૈવાહિક જીવન માટે અયોગ્ય માનવામાં આવે છે. શનિ સાતમાં ભાવમાં વૈવાહિક જીવનમાં સમસ્યાઓ પેદા કરે છે. જીવન સાથીની સાથે મતભેદો વધી જાય છે. વાણી પર નિયંત્રણ ન રહેતા સંબંધોમાં ખટાશ આવી શકે છે.
10માં ભાવ પર શનિની નજર
દસમાં ભાવ પર શનિની નજર જાતક માટે સારી માનવામાં આવે છે. તેનાથી શનિ તમને સદાય પ્રસન્ન રાખશે અને પુન્યકર્મ કરનાર બનાવશે. તમે પરિશ્રમી અને ચતુર પણ બનશો. તે તમને વ્યક્તિઓમાં શ્રેષ્ઠ અને શાસક બનાવી શકે છે. આવા લોકોના નેતૃત્વમાં પર્યાપ્ત ગુણ હોય છે.
આ પણ વાંચોઃ રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ, થયો ભારે હોબાળો