ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ, થયો ભારે હોબાળો

Text To Speech

ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સાથે સંબંધિત ખાનગી સભ્યનું બિલ શુક્રવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ કિરોરી લાલ મીનાએ તેની રજૂઆત કરી હતી. બિલ રજૂ કરવાના પક્ષમાં 63 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 23 વોટ પડ્યા. આ બિલમાં દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ પંચની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ડીએમકે અને તમામ વિપક્ષી દળોએ આ બિલની રજૂઆતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બિલની રજૂઆતનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે મુસ્લિમો તેમના પિતરાઈ ભાઈઓ સાથે લગ્ન કરવા યોગ્ય માને છે, શું હિન્દુઓ પણ આવું કરી શકે છે. એટલા માટે તમામ ધર્મોની અલગ અલગ પરંપરાઓ છે.

શું ચર્ચા થઈ?

રાજ્યસભામાં હંગામા પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોઈપણ સભ્યને બિલ રજૂ કરવાનો અને પોતાના વિસ્તારના મુદ્દા ઉઠાવવાનો અધિકાર છે. આ માટે રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ. આ સમયે સરકાર પર હુમલો કરવો અને બિલની ટીકા કરવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. બીજી બાજુ, સીપીઆઈ(એમ) સાંસદ જોન બ્રિટાસે કાયદા પંચના અહેવાલને ટાંકીને કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડની કોઈ જરૂર નથી.

ભાજપે વચનો આપ્યા 

ગુજરાત ચૂંટણી માટે જારી કરાયેલા ભાજપના ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કહેવામાં આવી હતી. પરિણામના એક દિવસ બાદ આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપે તેના ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસની ચિંતા વધીઃ પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસ નેતાઓના કાફલાને રોક્યો

Back to top button