મોંઘવારીનો માર, મધ્યમવર્ગની કમર તુટીઃ એક જ મહિનામાં પાંચ ટકા ભાવ વધી ગયા
દેશભરમાં મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. આ મોંઘવારીની વચ્ચે ખાદ્યપદાર્થોના સામાનમાં પણ જોરદાર વધારો થયો છે. ચોખા, ઘઉં, લોટ અને દાળ સહિતના ખાદ્યપદાર્થોની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર રિટેલ બજારમાં આ બધી વસ્તુના ભાવ પાંચ ટકા સુધી વધી ચુક્યા છએ. પામ ઓઇલને છોડીને બાકીની તમામ વસ્તુઓમાં વૃદ્ધિ જોવા મળી છે. ચોખાની કિંમતો સૌથી વધારે વધી છે. હવે એ જાણો કે આ બધી વસ્તુઓની કિંમતો વધ્યા બાદ તે તમને કયા ભાવમાં મળશે.
ઘઉંની કિંમતો વધી
એક વર્ષ પહેલા ઘઉંનો ભાવ 28.19 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ તેના ભાવ વધતા જ ગયા. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યુ કે દેશમાં ઘઉં અને દાળ જેવી જરુરી વસ્તુઓની સરેરાશ રિટેલ કિંમતોમાં એકસામટો વધારો થયો નથી. 6 ડિસેમ્બરે ઘઉંનો રિટેલ ભાવ 30.50 હતો, જે હવે 31.90 થઇ ગયો છે.
લોટ થયો કેટલો મોંઘો
જો ઘઉંની કિંમતો વધે તો સ્વાભાવિક છે કે લોટની કિંમતો પણ વધશે જ. સરકારની પ્રાઇઝ મોનિટરિંગ સિસ્ટમ પરથી જાણવા મળ્યુ કે લોટની કિંમતો એક મહિના પહેલા 35.20 રૂપિયા પ્રતિ કિલોની તુલનામાં 6 ટકા વધીને 37.40 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે.
દાળની કિંમતો પણ વધી ગઇ
દાળની કિંમતોમાં એક મહિનામાં 2 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા ચણા દાળનો સરેરાશ ભાવ 110.90 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે 6 ડિસેમ્બરે 112.80 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. બીજી બાજુ અડદ દાળની કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. અડદ દાળનો ભાવ એક વર્ષ પહેલા 103.8 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે 112.75 થઇ ચુક્યો છે.
ચોખા ખાવા પણ દુષ્કર બન્યા
એક મહિના પહેલા ચોખાના ભાવ 38.12 રૂપિયા પ્રતિ કિલો હતા, પરંતુ આજે તેની કિંમત 38.33 રુપિયા પ્રતિ કિલો થઇ ચુકી છે. એક વર્ષ પહેલા ચોખાના ભાવ 5.5 રૂપિયા પ્રતિ કિલો હતા.
આ પણ વાંચોઃ Ready to Eat Food ના જો તમે પણ છો શોખીન તો આ ન્યૂઝ તમે ખાસ વાંચો