Ready to Eat Food ના જો તમે પણ છો શોખીન તો આ ન્યૂઝ તમે ખાસ વાંચો
આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણા જીવનમાં રેડી ટુ ઇટ ફુડનું ચલણ ખુબ જ વધ્યુ છે. રેડી ટુ ઇટ ફુડ્સમાં દાળ, ભાત અને શાક પણ સામેલ છે. તમામ પ્રકારના સ્નેક્સ અને મીલ સામેલ છે. આ એક પ્રકારે રેડીમેડ ખાદ્યપદાર્થ હોય છે. તેને માત્ર ઉકાળવાની કે થોડી વાર માટે ગરમ કરવાની જ જરૂર હોય છે, પરંતુ આ રેડી ટુ ઇટ ફુડ્સ તમને બિમાર પાડી શકે છે અને તમારા જીવનના કેટલાક વર્ષો છીનવાઇ શકે છે.
બ્રાઝિલમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે રેડી ટુ ઇટ મીલનું સેવન સમય કરતા પહેલા મૃત્યુના ખતરાને 10 ટકા સુધી વધારી દે છે. બ્રાઝિલમાં 2019મા થયેલા સ્ટડીમાં આ જણાવાયુ છે. જો તમે પણ રેડી ટુ ઇટ ફુડનું સેવન કરતા હો તો તમારુ મૃત્યુનુ જોખમ વધી જાય છે.
શું કહે છે અભ્યાસ
આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત થયુ છે. સંશોધકોએ જણાવ્યુ કે લાંબા સમય સુધી અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનું સેવન ડાયાબિટિસ, હ્રદય રોગ અને કેન્સર જેવી બિમારીઓનુ જોખમ વધારે છે. રિસર્ચમાં સંશોધકોએ જાણ્યુ કે 2019માં 30થી 69 વર્ષની ઉંમરના પાંચ લાખથી વધુ વયસ્ક લોકોનું મૃત્યુ થયુ તેમાં 57,000 લોકો એટલે કે 10.5 ટકા લોકોનુ મોત સમય કરતા પહેલા થયુ તેનું કારણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ હતુ.
શું હોય છે રેડી ટુ ઇટ ફુડ્સ
બદલાતી જીવનશૈલીમાં લોકોની પાસે સમય હોતો નથી. લોકો પાસે ઘરમાં ખાવા બનાવવાનો પણ સમય હોતો નથી. આવા સમયે લોકો બજારમાં મળતા પેક્ડ ફુડનું સેવન કરે છે. છેલ્લા થોડા સમયમાં રેડી ટુ ઇટ ફુડનું ચલણ વધી ગયુ છે. બજારમાં મળતા પેક્ડ ફુડ હેલ્ધી હોતા નથી. તેમાં પ્રિઝર્વેટિવ્સ, કાર્બ્સ, શુગર અને સોલ્ટ ભરપુર માત્રામાં હોય છે. તેનાથી ડાયાબિટીસ, મેદસ્વીતા, બેડ કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગનું જોખમ રહે છે.
શું હોય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ
લગભગ તમામ પ્રકારના રેડી ટુ ઇટ ફુડ અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થમાં ચરબી, સ્ટાર્ચ, એડેડ શુગર અને અનહેલ્ધી ફેટ્સ ભરપુર હોય છે. તે ફેક્ટરીઓમાં કેટલીયે પ્રોસેસમાંથી પસાર થાય છે. તેમાં નેચરલ તત્વ હટાવીને કૃત્રિમ તત્વ નાંખવામાં આવે છે. તેમાં વધુ કેલરી, ખાંડ, મીઠું હોય છે. ફ્રોઝન ફુડ જેમકે પિત્ઝા, આલુ ટિક્કી, કટલેસ, ચિપ્સ, પેક્ડ સુપ, સિરિયલ્સ, કુકીઝ અલ્ટ્રા ફુડ છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ પાકિસ્તાનની 6 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પરમાણુ ગતિવિધિયોનો આરોપ