OMG! થોડા જ વર્ષોમાં ધરતી પર નહીં બચે Gold?
એટીએમમાંથી પૈસા તો આપણે બધા નીકાળીએ છીએ, પરંતુ હવે સોનું પણ કાઢી શકાશે. હૈદરાબાદમાં દુનિયાનું પહેલુ રિયલ ટાઇમ ગોલ્ડ એટીએમ લાગી ચુક્યુ છએ. તેનાથી કોઇ નિશ્વિત સાઇઝના સોનાના સિક્કા કાઢી શકાશે. એવો દાવો થઇ રહ્યો છે કે મશીન પર ગોલ્ડની પ્રાઇઝ લાઇવ જોઇ શકાય છે.
80% ગોલ્ડ કઢાઇ ચુક્યુ છે
એક બાજુ સોના પર રોકાણ વધારવા માટે નવી નવી વસ્તુઓ થઇ રહી છે તો બીજી બાજુ ચિંતાની વાત એ છે કે ધરતીનું મોટાભાગનું સોનુ કઢાઇ ચુક્યુ છે. કેટલાય જાણકારો માને છે કે ધરતીનું મોટાભાગનું સોનુ કાઢી લેવાયુ છે. જો ખરેખર એવુ છે તો હવે ઘર કે બેન્કમાં રિઝર્વ સોનું જ બાકી રહેશે. શું સોના માટે લડાઇઓ લડાશે?
છેલ્લા 70 વર્ષોમાં થયુ છે સૌથી વધુ ખોદકામ
યુએસ જિયોલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ હવે લગભગ બે લાખ ટન સોનુ કાઢવામાં આવી ચુક્યુ છે. હવે માત્ર 50,000 ટન સોનું જ બાકી છે. તેની પર અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ડેટા આપે છે. જોકે તેમાં થોડા આંકડાનો ફેરફાર છે. તે મુજબ 1950 બાદ સૌથી વધુ સોનાનું ખોદકામ કરાયુ છે.
સોનું ખતમ થયા પછી શું થશે?
સોનું ખતમ થઇ જાય તે વાત એવી છે જેમકે દુનિયામાંથી ભાત ખતમ થઇ જવા. તેના વગર ન ચાલે. તેની શોધમાં પૈસા વાળી કંપનીઓ દરેક અસંભવ લાગતી જગ્યાઓને એક્સપ્લોર કરશે. ઉદાહરણ તરીકે સમુદ્રની નીચે સોનુ શોધવામાં આવશે. બરફવાળી જગ્યાઓએ અને કેટલાક વૈજ્ઞાનિકો જ્યાં વસતા હશે તેવા દુર દુરના વિસ્તારોમાં પણ સોનું શોધવામાં આવશે. અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કહે છે કે સોનું ખતમ થવાની ભલે અનેક ભવિષ્યવાણીઓ થતી રહે, પરંતુ ખોદકામ ચાલતુ રહેશે. નવી નવી ટેકનિક્સ આવશે માઇન્સ નંખાશે. જોકે સોનાની કિંમત બહુ જલ્દી ઉપર પહોંચી જશે.