શું કોંગ્રેસ હવે વિપક્ષના પદ પર રહેશે કે નહી ?, જાણો સંસદમાં શું છે નિયમ
ગઇ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થતા ભાજપે એક ઐતિહાસિક જીત મેળવી છે. અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપને 182માંથી 156 સીટ મળી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ સીટ મળી છે. જેથી હવે ગુજરાતમાં કોંગ્રેસની આટલી ઓછી સીટો આવતા કોંગ્રેસની સરકાર ટકશે કે નહી તેવા સવાલ લોકોને થઇ રહ્યા છે. ત્યારે આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજો.
લોકસભામાં વિપક્ષના નેતાના પદ માટે બીજાક્રમની સૌથી મોટી પાર્ટી અને સંસદની કુલ બેઠકોના 10 ટકા સાંસદોનું હોવુ અનિવાર્ય છે પરંતું વિધાનસભામાં આવો કોઇ કાયદો નથી. જેનો ફાયદો કોંગ્રેસને થઇ શકે છે. કોંગ્રેસને ગુજરાતમાં 10 ટકા પણ સીટ મળી નથી. જેથી તે વિધાનસભામાં નબળા વિપક્ષ તરિકે ગણાશે. જેથી તેને પશ્નો પુછવાના અધિકારમાં કાપ આપવામા આવશે પરંતું કોંગ્રેસને વિપક્ષના પદ માટે કોઇ ખાસ વાંધો આવશે નહી.
1985માં 14 MLA સાથે ચીમનભાઇ પટેલ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ- INCને વિપક્ષના પદ માટે ખાસ કોઈ વાંધો આવે તેવી શક્યતા નહિવત છે. કારણ કે, સને 1985માં 14 ધારાસભ્યો ધરાવતા જનતાદળને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા આપીને તેમાંથી સ્વ.ચીમનભાઈ પટેલને તેના નેતા તરીકે પદ મળ્યુ હતુ.
આ પણ વાંચો :‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેમ સુંદર લાલ ભાજપની પ્રચંડ જીત બાદ 75 કિ.મી ચાલીને માતાજીના દર્શને નીકળ્યા
નબળા વિપક્ષને કારણે પ્રશ્ન પુછવાના અધિકારમાં કાપ
વૈધાનિક અને સંસદિય બાબતોના જાણકાર સિનિયર અધિકારીના જણાવ્યા અનસાર, ગુજરાતમાં નિયમ કે કાયદો નથી. પરંતુ, વિધાનસભાના કામકાજની કાર્યવાહીમાં અગાઉના અધ્યક્ષોએ કુલ બેઠક (182)ના 10 ટકા ધારાસભ્યો હોવાનું ઠેરવ્યુ છે, એટલે કે 18.2 લેખે 18 કે 19 સભ્યોનું ધોરણ નિયત કર્યુ છે. એમ છતાંયે વર્ષ 1985માં વિપક્ષનું સંખ્યાબળ નોતુ તોય અધ્યક્ષે વિપક્ષના નેતા તરીકે સ્વ.ચીમનભાઈ પટેલને માન્યતા આપી હતી. અલબત્ત નિયમોથી ચાલતી વિધાનસભામાં તમામ પ્રકારનું કામકાજ પ્રો-રેટા અર્થાત જેના જેટલા સભ્યો તેનો તેટલો સમય એ સિદ્ધાંતે થાય છે. આ સંજોગોમાં આગામી 15મી વિધાનસભામાં વિપક્ષ ખુબ જ નબળો હોવાથી તેમના દ્વારા પ્રશ્ન પુછવાના અધિકાર, સરકારી વિધેયકો અર્થાત કાયદો ઘડવાના મુસદ્દાઓ સહિતની તમામ બાબતોની ચર્ચાઓના સમયમાં કાપ આવશે.