ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતના લોકોએ ઇતિહાસ રચી દીધો, દિલથી આભાર : જીત બાદ પીએમનું સંબોધન

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. 150થી વધુ બેઠકો જીતીને ભાજપે આજે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ત્યારે ભાજપને ગુજરાતમાં મળેલી ઐતિહાસિક જીત પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. આ પ્રસંગે અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ શું કહ્યું આવો જાણીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા જનાર્દનના આશીર્વાદ જબરજસ્ત છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતની સુગંધ કોઈ પણ અનુભવી શકે છે. હું ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકોનો નમ્ર આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં એક ટકાથી ઓછા અંતરથી જીત-હારનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં આટલા ઓછા માર્જિન સાથે ક્યારેય પરિણામ આવ્યું નથી. હિમાચલમાં દર 5 વર્ષે સરકાર બદલાતી રહે છે, પરંતુ દર વખતે 5-7%ના માર્જિનથી સરકાર બદલાઈ છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે જીતી શકી નથી, ત્યાં ભાજપનો વોટ શેર તેના ભાજપ પ્રત્યેના પ્રેમની સાક્ષી છે. હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીના લોકોનો નમ્ર આભાર વ્યક્ત કરું છું.

ચૂંટણીના ખેલથી કંઈ ફાયદો થઈ શકતો નથી : પીએમ મોદી

વધુમાં તેમણે કહ્યું કે બીજેપી પ્રત્યેનો આ લગાવ દેશના વિવિધ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહાર પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસો માટે સ્પષ્ટ સંદેશ છે. તેમણે કહ્યું કે આપણા વડવાઓએ એક કહેવત કહી છે કે આવક આઠ આના અને ખર્ચ એક રૂપિયો. જો આ ગણતરી રહી તો શું સ્થિતિ થશે તે આપણે આપણી આસપાસના દેશોમાં જોઈ રહ્યા છીએ. આથી દેશ આજે એલર્ટ છે. દેશના દરેક રાજકીય પક્ષોએ યાદ રાખવાનું છે કે ચૂંટણીના ખેલથી કંઈ ફાયદો થઈ શકતો નથી.

Back to top button