કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પાટીદારોના ગઢમાં કોંગ્રેસ પોતાની લાજ બચાવી ન શક્યું, જિલ્લાની તમામ બેઠકોની અપડેટ

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ. આ વર્ષે ગુજરતમાં ત્રિપાંખી જંગ જોવા મળ્યો. જેમાં ભાજપે બાજી મારી છે. સૌરાષ્ટ્રમાંની 48 અને કચ્છની 6 એમ કુલ 54 બેઠકોમાં મોટાભાગની બેઠકો પર ભાજપની જીત થઈ છે. તેમજ 54 બેઠકોમાં 4 બેઠકો પર આમ આદમી પાર્ટી અને 1 બેઠક પર સમાજ વાદી પાર્ટીએ જીત મેળવી છે. જયારે 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.

જેમાં પોરબંદરના કુતિયાણામાં સમાજ વાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થઈ છે. જયારે જામનગરના જામજોધપુરમાં હેમંત આહીર, જુનાગઢના વીસાવદરમાં ભૂપત ભાયાણી, ભાવનગર ગારિયાધારમાં સુધીર વાઘાણી અને બોટાદમાં ઉમેશ મકવાણા એમ કુલ 4 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.

જો કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકોની વાત કરીએ તો 46 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તેમજ મોરબી દુર્ઘટનામાં નદીમાં કુદીને લોકોનો જીવ બચાવનાર ભાજપના કાંતિ અમૃતિયાએ જીત મેળવી છે. જામનગર ઉત્તરમાં ભાજપના રીવાબા જાડેજાએ જીત મેળવી છે. અમરેલીમાં ભાજપના કૌશીક વેકરિયાએ  પરેશ ધાનાણીનો રેકોર્ડ તોડી જીત મેળવી છે.

રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક એવી રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહે, વિજય રૂપાણીનો રેકોર્ડ તોડી જીત મેળવી છે. તેમજ આપના સીમે પદના ચહેરા તરીકે દેવ ભૂમિ દ્વારકાનામાં ઈસુદાન ગઢવીની કરારી હાર થઈ છે.

કચ્છ-સૌરાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ – 2022 
જીલ્લાઓ બેઠક નામ ઉમેદવારનું નામ  પાર્ટી 
કચ્છ અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપ
માંડવી અનિરુદ્ધ દવે ભાજપ
ભુજ કેશુભાઈ  પટેલ ભાજપ
અંજાર ત્રિકમ  છાંગા ભાજપ
ગાંધીધામ SC-1 માલતી  મહેશ્વરી ભાજપ
રાપર વીરેન્દ્ર સિંહ જાડેજા ભાજપ
સુરેન્દ્ર નગર દસાડા પરષોતમ પરમાર ભાજપ
લીંબડી કિરીટસિંહ રાણા ભાજપ
વઢવાણ જગદીશ  મકવાણા ભાજપ
ચોટીલા શામજી ચૌહાણ ભાજપ
ધાંગધ્રા પ્રકાશ વરમોરા ભાજપ
મોરબી મોરબી કાંતિલાલ અમૃતિયા ભાજપ
ટંકારા દુર્લભજી દેથરીયા ભાજપ
વાંકાનેર જિતેન્દ્ર  સોમાણી ભાજપ
રાજકોટ રાજકોટ પૂર્વ ઉદય કાનગડ ભાજપ
રાજકોટ પશ્ચિમ ડૉ.દર્શિતા શાહ ભાજપ
રાજકોટ  દક્ષિણ રમેશ ટીલાળા ભાજપ
રાજકોટ  ગ્રામ્ય ભાનુબેન બાબરિયા ભાજપ
જસદણ કુંવરજી બાવળિયા ભાજપ
ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ
જેતપુર જયેશ રાદડિયા ભાજપ
ધોરાજી મહેન્દ્ર પાડલિયા ભાજપ
જામનગર કાલાવડ મેધજી ચાવડા ભાજપ
જામનગર  ગ્રામ્ય રાઘવજી પટેલ ભાજપ
જામનગર  ઉતર રિવાબા જાડેજા ભાજપ
જામનગર  દક્ષિણ દિવ્યેશ  અકબરી ભાજપ
જામજોધપુર હેમંત આહીર આમ આદમી પાર્ટી
દેવ  ભૂમિદ્વારકા ખંભાળિયા મૂળુભાઈ  બેરા ભાજપ
દ્વારકા પબુભા માણેક ભાજપ
પોરબંદર પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ
કુતિયાણા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી
જુનાગઢ માલાવદર અરવિંદ  લાડાણી કોંગ્રેસ
જુનાગઢ સંજય  કોરડિયા ભાજપ
વીસાવદર ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી
કેશોદ દેવાભાઈ માલમ ભાજપ
માંગરોળ ભગવાનજી કરગટીયા ભાજપ
ગીર સોમનાથ સોમનાથ વિમલ ચુડાસમા કોંગ્રેસ
તાલાલા ભગવાન બારડ ભાજપ
કોડીનાર ડૉ. પ્રદ્યુમન વાજા ભાજપ
ઉના કાળુભાઈ રાઠોડ ભાજપ
અમરેલી ધારી જયસુખ કાકડિયા ભાજપ
અમરેલી કૌશિક વેકરીયા ભાજપ
લાઠી જનક તલાવિયા ભાજપ
સાવરકુંડલા મહેશ  કસવાલા ભાજપ
રાજુલા હીરા સોલંકી ભાજપ
ભાવનગર મહુવા શિવભાઈ ગોહિલ ભાજપ
તળાજા ગોતમ ચૌહાણ ભાજપ
ગારિયાધાર સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી
પાલિતાણા ભીખાભાઈ બારૈયા ભાજપ
ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી ભાજપ
ભાવનગર પૂર્વ સેજલબહેન પંડ્યા ભાજપ
ભાવનગર  પશ્ચિમ જિતુ વાઘાણી ભાજપ
બોટાદ ગઢડા શંભુપ્રસાદ ટુંડિયા ભાજપ
બોટાદ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી

આ પણ વાંચો : Live Update : જૂનાગઢ અને રાજકોટમાં ભાજપનો દબદબો, જયારે સોમનાથ બેઠક કોંગ્રેસના ફાળે

આ પણ વાંચો : LIVE UPDATE : દક્ષિણ ગુજરાતના પરિણામની અપડેટ

આ પણ વાંચો : LIVE UPDATES : મધ્ય ગુજરાતની બેઠકોનું લાઇવ પરિણામ, જાણો કોણ મારશે બાજી

આ પણ વાંચો : Live Update: ઉત્તર ગુજરાતમાં શું છે પરિણામ

કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા,
દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા,
પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર, પોરબંદર
જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ

Back to top button