રેકોર્ડ તોડવામાં અવ્વલ : ભુપેન્દ્ર પટેલે મોદી અને આનંદીબેનને પણ પાછળ છોડી દીધા
ગુજરાત વિધાનસભા ઇલેક્શન 2022માં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. ભાજપની પ્રચંડ જીત બાદ ભુપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે એક વાર ફરી ગુજરાતના મુખ્યપ્રધાન પદના શપત ગ્રહણ કરશે. CM ભુપેન્દ્ર પટેલે 15મી વિધાનસભા ચુંટણીઓમાં માત્ર નરેન્દ્ર મોદીના રેકોર્ડ તોડ્યા નથી, પરંતુ એક એવો રેકોર્ડ પણ બનાવી દીધો છે જે આવનારા દિવસોમાં કદાચ કોઇ ઉમેદવાર નહીં તોડી શકે.
ખુદના વોટમાં 10 % નો ઉછાળો
CMએ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી એકતરફી જીત મેળવી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક કરતા 1.91 લાખ વોટ આગળ છે. ભુપેન્દ્રભાઇને આ વખતે 83.04 ટકા વોટ મળ્યા છે. તે ખુદ એક ઉપલબ્ધિ છે. 2017ની ચુંટણીઓમાં ભુપેન્દ્રભાઇ 1.17 લાખ વોટથી જીત્યા હતા, ત્યારે તેમને 72.65 ટકા વોટ મળ્યા હતા. જોકે આ વખતે તેમના કુલ વોટમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે.
આનંદીબેન કરતા પણ આગળ
ઘાટલોડિયા બેઠક પરથી પહેલીવાર 2012માં આનંદીબેન પટેલ ચુંટણી લડ્યા હતા. ત્યારે તેઓ ગુજરાત સરકારમાં મંત્રી હતા. તેમણે 1,10,395 બેઠકથી જીત મેળવી હતી. 2017માં તેમની જગ્યાએ ભુપેન્દ્રભાઇ લડ્યા હતા અને વધુ મત મળ્યા હતા. 2017માં પણ વિજય રૂપાણીને રાજકોટ વેસ્ટ બેઠક પરથી આટલા મતોની લીડ મળી ન હતી. આ પહેલા નરેન્દ્ર મોદી 2002, 2007 અને 2012માં મણિનગર બેઠક પરથી ચુંટણી લડ્યા હતા તો તેમને અનુક્રમે 73.29 %, 69.53 %, 75.38 % વોટ મળ્યા હતા.
આ પણ વાંચોઃ AAP અને ઔવેસીની પાર્ટીના લીધે ગુજરાતમાં ભાજપને થયો જબરજસ્ત ફાયદો