ગુજરાતચૂંટણી 2022

AAP અને ઔવેસીની પાર્ટીના લીધે ગુજરાતમાં ભાજપને થયો જબરજસ્ત ફાયદો

Text To Speech

ગુજરાત વિધાનસભા ચુંટણીઓમાં ભાજપની ધમાકેદાર જીતમાં મુસ્લિમ બહુમતીવાળા બેઠકોએ મહત્ત્વની ભુમિકા ભજવી છે. એ વાત અલગ છે કે ભાજપે ચુંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ચુંટણીના મેદાનમાં ઉતાર્યો ન હતો. અત્યાર સુધીના રુઝાનમાં તો રાજ્યની ઘણી મુસ્લિમ બહુમતી વાળી બેઠકો પર ભાજપ કોંગ્રેસના બદલે જીત હાસિલ કરતી જોવા મળી છે. વિશાળ લઘુમતી વસ્તી ધરાવતી રાજ્યની 17માંથી 12 બેઠકો પર ભાજપ આગળ છે. આ સંખ્યા 2017ની તુલનામાં છ વધુ છે. કોંગ્રેસે તેમાંથી માત્ર બે બેઠકો પર બહુમતી મેળવી છે. ખાસ વાત તો એ છે કે આમાંથી મોટાભાગની બેઠકો કોંગ્રેસના વર્ચસ્વવાળી છે.

AAP અને ઔવેસીની પાર્ટીના લીધે ગુજરાતમાં ભાજપને થયો જબરજસ્ત ફાયદો hum dekhenge news

AAP-AIMIM એ તોડ્યા કોંગ્રેસના વોટ, બાજી મારી ભાજપે

મુસ્લિમ બહુમતી ધરાવતી દરિયાપુર સીટ પર કોંગ્રેસનો 10 વર્ષથી કબજો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખને ભાજપના કૌશિક જૈને હરાવ્યા છે. આમ આદમી પાર્ટી એક ડઝનથી વધુ આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકોમાંથી કોઇ પણ બેઠક પર જીત મેળવવામાં નિષ્ફળ નીવડી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી અને અસદુદ્દીન ઓવેસીની AIMIM એ આ બેઠકો પર કોંગ્રેસના ખાતામાં જનારા પરંપરાગત વોટોને વિભાજિત કરી દીધા છે. AIMIM એ 13 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી બે બિન મુસ્લિમ હતા. જેમણે જમાલપુર-ખાડિયા અને વડગામ સીટ પર કોંગ્રેસના વોટમાં ભાગ પડાવવાનું કામ કર્યુ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ પીએમ મોદીનું પ્રથમ નિવેદન, હિમાચલનો પણ કર્યો ઉલ્લેખ

Back to top button