ભાજપના જીતેલા નેતાઓએ કેટલી માર્જીનથી જીત મેળવી ? જાણો અહીં
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક સીટો મેળવી ઈતિહાસ સર્જ્યો છે. ભાજપના દરેક નેતા કે જેમણે તેમના હરિફો સામે જંગી બહુમતીથી લીડ મેળવીને પોતાની બેઠક પર વિજય નક્કી કરી દીધો છે, ત્યારે આંકડાકીય રીતે ભાજપના ઉમેદવારોની જીત જોવામાં આવે તો, તે આ મુજબ છે :
1,92,263ના માર્જિનથી ભૂપેન્દ્ર પટેલની જીત
નારણપુરામાં જીતુ ભગતની 92, 800ના માર્જિનથી જીત
રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહની 1, 05, 975ના માર્જિનથી જીત
માંજલપુરથી યોગેશ પટેલની 1, 00, 754ના માર્જિનથી જીત
મોરબીમાં કાંતિ અમૃતિયાની 62, 079ના માર્જિનથી જીત
અસારવામાં દર્શના વાઘેલાની 54, 173ના માર્જિનથી જીત
બારડોલીમાં ઈશ્વર પરમારની 89, 948ના માર્જિનથી જીત
ભાવનગર ગ્રામ્યથી પુરષોત્તમ સોલંકીની 73, 484ના માર્જિનથી જીત
ભૂજમાં કેશુભાઈ પટેલની 59, 414ના માર્જિનથી જીત
દસક્રોઈમાં બાબુ જમના પટેલની 91, 637ના માર્જિનથી જીત
ગણદેવીમાં નરેશ પટેલની 93, 166ના માર્જિનથી જીત
જલાલપોરમાં આર.સી.પટેલની 68, 699ના માર્જિનથી જીત
જામનગર દક્ષિણમાં દિવ્યેશ અકબરીની 62, 697ના માર્જિનથી જીત
જેતપુરમાં જયેશ રાદળીયાની 76, 926ના માર્જિનથી જીત
કામરેજમાં પ્રફુલ પાનશેરીયાની 74, 697ના માર્જિનથી જીત
કતારગામમાં વીનુ મોરડીયાની 64, 627ના માર્જિનથી જીત
વરાછામાં કુમાર કાનાણીની 16, 834ના માર્જિનથી જીત
વલસાડમાં ભરત પટેલની 1, 03, 776ના માર્જિનથી જીત
વડોદરા શહેરમાં મનીષા વકીલની 98, 597ના માર્જિનથી જીત
ઊંઝામાં કે.કે.પટેલની 51, 458ના માર્જિનથી જીત
ઉમરગામમાં રમણપાટકરની 64, 786ના માર્જિનથી જીત
ઉઘનામાં મનુ પટેલની 69, 896ના માર્જિનથી જીત
ઠક્કરબાપાનગરમાં કંચન રાદડિયાની 63, 799ના માર્જિનથી જીત
સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદીની 1, 04, 312ના માર્જિનથી જીત
સાબરમતીમાં હર્ષદ પટેલની 98, 684ના માર્જિનથી જીત
સયાજીગંજમાં કેયુર રોકડીયાની 84, 013ના માર્જિનથી જીત
રાજકોટ દક્ષિણમાં રમેશ ટિલાળાની 78, 864ના માર્જિનથી જીત
રાવપુરામાં બાલકૃષ્ણ શુક્લની 81, 035ના માર્જિનથી જીત
પ્રાંતિજમાં ગજેન્દ્રસિંહ પરમારની 64, 121ના માર્જિનથી જીત
પારડીમાં કનુ દેસાઈની 97, 164ના માર્જિનથી જીત
નરોડામાં પાયલ કુકરાણીની 83, 513ના માર્જિનથી જીત
નવસારીમાં રાકેશ દેસાઈ 72, 313ના માર્જિનથી જીત
મજૂરામાં હર્ષ સંઘવીની 1, 16, 675ના માર્જિનથી જીત
માંગરોળમાં ગણપત વસાવાની 51, 423ના માર્જિનથી જીત