ગુજરાતમાં ઐતિહાસિક જીતઃ અમિત શાહે ટ્વિટ કરીને કોને આપ્યો શ્રેય?
ગુજરાત વિધાનસભા ચુંટણીઓ 2022માં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. મતગણતરી ચાલુ છે, પરંતુ ભાજપ 150 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ભાજપની ઐતિહાસિક જીત હશે. ગુજરાતમાં શપથગ્રહણ સમારંભ 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે થશે. ભાજપની જીત પર વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યુ છે.
આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને વંદન કરું છું.
પ્રધાનમંત્રી @narendramodi જીના નેતૃત્વમાં અને @JPNadda જીની અધ્યક્ષતામાં મળેલી આ ભવ્ય જીત બદલ મુખ્યમંત્રી @Bhupendrapbjp જી, પ્રદેશ અધ્યક્ષ @CRPaatil જી તેમજ @BJP4Gujarat ના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું છું.
— Amit Shah (@AmitShah) December 8, 2022
અમિત શાહે ટ્વિટ કર્યુ છે કે આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને હું નમન કરુ છુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી આ ભવ્ય જીત પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ અથાગ પરિશ્રમ કરનારા તમામ કાર્યકર્તાઓને અભિનંદન.
અમિત શાહે કર્યો હતો આ દાવો
ગુજરાત અધિવેશન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીજેપીની ભારે બહુમત સાથે સરકાર બનાવવો દાવો કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે,અમે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતની પ્રજાની આશાઓ પર હંમેશા ખરા ઉતરીએ છીએ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હારની જવાબદારી કબુલી કોંગ્રેસ રાજ્ય પ્રભારીએ આપ્યુ રાજીનામુ