ગુજરાતમાં હારની જવાબદારી કબુલી કોંગ્રેસ રાજ્ય પ્રભારીએ આપ્યુ રાજીનામુ
ગુજરાતમાં કારમી હારની જવાબદારી કબુલતા કોંગ્રેસ રાજ્ય પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાત વિધાનસભા ઇલેક્શન રિઝલ્ટમાં હજુ મતગણતરી ચાલુ છે. બીજેપી 156 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર આગળ છે. આપ 5 બેઠકો પર અને અન્ય 4 બેઠકો પર આગળ છે.
ચુંટણી પહેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ વિપક્ષના પુર્વ નેતા મોહનસિંહ રાઠવા સહિત અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ અને તેમણે ભાજપનો હાથ પકડ્યો હતો. આ સાથે આમ આદમી પાર્ટીના ચુંટણી લડવાના કારણે પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ વિધાનસભા ચુંટણીઓમા પાર્ટીની કારમી હારની જવાબદારી લેતા પ્રભારી પદથી રાજીનામું આપી દીધુ છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખીને રાજીનામા સાથે મોકલ્યો છે. શર્માએ લખ્યુ છે કે ગુજરાતમાં કોંગ્રેસની હારની સંપુર્ણ જવાબદારી હું સ્વીકારુ છુ અને આજે મારા પદ પરથી રાજીનામું આપુ છુ. શર્માએ ખડગેને રાજીનામું મંજુર કરવાનો આગ્રહ પણ કર્યો છે.
આ પણ વાંચોઃ ચૂંટણી 2022 : થરાદમાં શંકરભાઈ, તો દિયોદરમાં કેશાજી વિજયી બન્યા