ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ડીસામાં ભાજપના પ્રવીણ માળીના વિજયની તૈયારી શરૂ, કાર્યકરો ભાજપના ધ્વજ લઈ ઉમટ્યા

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી ડીસા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ આપ અને અપક્ષનો ચાર પંખીઓ ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી ઉપર લોકોએ હેતથી આશીર્વાદ વરસાવ્યા હતા. તેમની દરેક રાઉન્ડમાં વધી રહેલી મતની લીડ ને લઈને ડીસામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. પ્રવીણ માળી જેમ જેમ રાઉન્ડની ગણતરી થતી ગઈ તેમ તેમ લીડ તેમની વધતી ગઈ હતી. અને 27000 ઉપરાંત મત મળતા જ લોકોએ તેમની વિજયના નિશ્ચિત ગણી લીધી હતી .

આ સમાચાર ડીસા શહેરમાં પહોંચતા સાંઈબાબા સર્કલ ખાતે ડીજેના સાઉન્ડ સાથે કાર્યકરો હાથમાં ભાજપના ધ્વજ લઈને એકઠા થવા માંડ્યા હતા. તો શહેરમાં અનેક જગ્યાએ ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો પ્રવીણ માળી ડીસા પહોંચે તેની રાહ જોતાં રાજમંદિર ચાર રસ્તા પાસે ફુલહાર, ફટાકડા અને હાથમાં ભાજપના ધ્વજ તેમજ મીઠાઈ લઈને એકઠા થયા છે.

આ પણ વાંચો : બંને વિપક્ષ નેતાઓને કેમ કરવો પડ્યો હારનો સામનો?

Back to top button