ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

જાપાનની ધરતી પર ‘નમો નમો’: 30થી વધુ ઉદ્યોપતિઓ સાથે PM મોદીની મુલાકાત

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદી 30થી વધુ કંપનીઓના CEO સાથે મુલાકાત કરી હતી. જાપાનની કંપનીઓને ભારતમાં રોકાણની તકો શોધવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, પીએમ મોદીએ જાપાનના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી તેમને ‘મેક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ’ માટે આમંત્રણ આપ્યું હતું. જાપાની વ્યાપારીઓને વેપાર કરવાની સરળતા સુધારવા માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ વિશે માહિતગાર કર્યા.

‘ઈન્ડો પેસિફિક ઈકોનોમિક ફોરમ’માં ભારતનો ડંકો
અમેરિકાની પહેલ પર ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ક્વાડ સમિટ પહેલા જાપાનમાં શરૂ થઈ ગયું છે. તેના ઉદ્ઘાટન સમયે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતે અમેરિકા અને અન્ય દેશો સાથે કામ કરવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક આ ક્ષેત્રને વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બનાવવાની અમારી સામૂહિક ઈચ્છા દર્શાવે છે. આ માટે “હું રાષ્ટ્રપતિ બાઈડનનો ખૂબ-ખૂબ આભાર માનું છું. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર હંમેશા આર્થિક વિકાસનું કેન્દ્ર રહ્યું છે.”

પીએમ મોદીએ આપ્યા ત્રણ મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે “ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતે હંમેશા વિશ્વના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વેપારમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે, “આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં મારા રાજ્ય ગુજરાતમાં વિશ્વનું પ્રથમ કોમર્શિયલ બંદર લોથલ હતું. તેથી તે આવશ્યક છે કે આપણે આ ક્ષેત્રના આર્થિક પડકારોના સામાન્ય ઉકેલો શોધીએ.” ટોક્યોમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત એક સમાવિષ્ટ માળખું બનાવવા માટે તમારી સાથે મળીને કામ કરવા માંગે છે. તેમણે કહ્યું કે ટકાઉ પુરવઠા શૃંખલા માટે વિશ્વાસ, પારદર્શિતા અને સમયપાલન નામના ત્રણ મુખ્ય સ્તંભ હોવા જોઈએ. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે આ માળખું આ ત્રણેય સ્તંભોને મજબૂત કરવા માટે કામ કરશે.

અમેરિકા, જાપાન સહિત આ દેશોના નેતાઓએ લીધો ભાગ
આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને જાપાનના પીએમ કિશિદાએ હાજરી આપી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોના નેતાઓએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે ભારતને પણ અમેરિકા તરફથી આ સંગઠનમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતે હજુ સુધી આ અંગે ઔપચારિક જાહેરાત કરી નથી.

Back to top button