સ્પોર્ટસ

બાંગ્લાદેશ સામે બીજી હાર બાદ કેપ્ટન સહિત ત્રણને ઈજાને કારણે અપાયો આરામ

Text To Speech

આજે બુધવારે ઢાકા ખાતે બાંગ્લાદેશ સાથે બીજો મેચ ભારતે ગુમાવ્યો છે. આ મેચમાં છેલ્લા બોલ સુધી ફાઈટ આપવામાં આવ્યા બાદ પણ પાંચ રને ભારત હારી ગયું હતું. આ મેચમાં ફિલ્ડિંગ કરતા કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પરત મેદાનમાં આવ્યો હતો અને બેટિંગ કરી હતી. દરમિયાન મેચ હારી ગયા બાદ આજે કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને પરત મોકલી દીધા છે.

રોહિત શર્મા, કુલદીપ યાદવ અને દીપક ચહર મુંબઈ પરત ફરશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા, દીપક ચાહર અને કુલદીપ સેન ઈજાગ્રસ્ત થયા હતા અને તેથી તેઓ હવે પછીની એક વનડે અને ત્રણ ટેસ્ટમાં રમી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. આ અંગે રાહુલ દ્રવિડે કહ્યું કે  કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. રોહિત પણ આગામી મેચ રમી શકશે નહીં. કોચ દ્રવિડે કહ્યું, “તેઓ પાછા મુંબઈ જશે, જ્યાં નિષ્ણાતો તેમની તપાસ કરશે. તે પછી જ તેઓ ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે જાણી શકાશે. પરંતુ ત્રણેય સિરીઝની છેલ્લી વન ડે નહીં રમી શકે તે નક્કી છે.

Back to top button