વર્લ્ડ

નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ

Text To Speech

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેમના સિવાય પાંચ અન્ય ભારતીયોને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શો અને Nykaa ફાઉન્ડર ફાલ્ગુની નાયર ફોર્બ્સની યાદીમાં સામેલ છે. 36મા ક્રમે રહેલી સીતારમણે સતત ચોથી વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2021માં, 63 વર્ષીય મંત્રી આ યાદીમાં 37મા ક્રમે હતા, જ્યારે 2020માં તેઓ 41મા અને 2019માં 34મા ક્રમે હતા.

ફોર્બ્સની આ યાદીમાં અન્ય કોણ કોણ ?

યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં HCLTechના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા (રેન્ક: 53), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ (રેન્ક: 54) અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ (રેન્ક: 54)નો સમાવેશ થાય છે. (રેન્ક: 67) છે.  મલ્હોત્રા, મઝુમદાર-શો અને નાયર ગયા વર્ષે પ્રતિષ્ઠિત યાદીમાં અનુક્રમે 52મા, 72મા અને 88મા સ્થાને હતા.

આ યાદીમાં સામેલ વ્યક્તિઓ કોણ?

ફોર્બ્સ દ્વારા મંગળવારે જાહેર કરાયેલી યાદી અનુસાર, કિરણ મઝુમદાર-શૉ આ વર્ષે 72મા ક્રમે છે, જ્યારે નાયર 89મા ક્રમે છે. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 39 સીઈઓ, 10 રાજ્યના વડાઓ અને 115 અબજ ડોલરની નેટવર્થ સાથે 11 અબજોપતિઓનો સમાવેશ થાય છે.

Back to top button