ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વિરમપુરની પ્રસુતાને 108 ની ટીમે સફળ પ્રસુતી કરાવી, બાળકના બંધ શ્વાસમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા બાળક રડવા લાગ્યું

Text To Speech
  • માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો
  • 108 ની સેવા સાચા અર્થમાં વરદાન રૂપ સાબીત થઈ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વિરમપુર આદિવાસી વિસ્તારની એક મહિલાને પ્રસુતિનો દુ:ખાવો શરૂ થયો હતો. જેને હોસ્પિટલમાં રિફર કરે તે પહેલા જ માર્ગમાં પ્રસુતિની પીડા વધી જતા 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી હતી. જેમાં બાળકના શ્વાસો શ્વાસ બંધ હતા. ત્યારે કુત્રિમ શ્વાસોશ્વાસ દ્વારા બાળકને રડતું કરીને માતા અને બાળક બંનેનો જીવ 108 ની ટીમે બચાવી લીધો હતો. આમ 108 ની ટીમ વરદાન રૂપ સાબિત થઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ની 108 ટીમને બુધવારે સવારે 08:28 વાગે વિરમપુર ની સરકારી હોસ્પિટલ માંથી પ્રસુતી નો રિફર કેસ મળ્યો હતો.

કેસ મળતાની સાથે તાત્કાલીક વિરમપુર 108 ના EMT સુરેશ ભાઈ પરમાર અને તેમના સાથી પાઇલોટ મેઘરાજભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને દર્દીને એમ્બ્યુલન્સમાં લઇને મોટી હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા. અને થોડેક દૂર પહોંચતા દર્દી આશાબેને પ્રસુતીની પીડા નો અસહ્ય દુઃખાવો થાય છે તેવી ફરિયાદ 108 માં રહેલા EMT ને જણાવી હતી. જેથી તરત જ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ના તાલીમ બધ્ધ EMT એ દર્દીને તપાસતા માલૂમ પડ્યું કે ડિલિવરી થવાની તૈયારી છે. એમ્બ્યુલન્સમાં રહેલા જરૂરી સાધનો વડે દર્દીને ડિલિવરી કરાવતા માલૂમ પડ્યું કે, બાળક ના પગ દેખાય છે. બાળક ઊંઘું છે. એટલે BREECH ડિલિવરી ( માથાની જગ્યાએ શરીરનો બીજો ભાગ બહાર આવવો ) કરાવવી પડશે.

ત્યાર બાદ ધીમે ધીમે બાળક બહાર આવવા લાગ્યું તેના પછી બાળકનું માથું ફસાઈ ગયું. અને તાત્કાલીક 108 ના EMT સુરેશ ભાઈએ તેમની કુશળ તાલીમ અને અમદાવાદ હેડ ઑફિસ સ્થિત ડોકટરની સલાહ મુજબ સફળ પ્રસુતી કરાવી હતી. જોકે ત્યારબાદ બાળકના શ્વાસ પણ બંધ હતા. અને રડતું પણ ન હતું. જેથી તાત્કાલીક બાળકને CPR અને BVM ની મદદથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા પછી બાળક રડવા લાગ્યું હતું. આમ 108 ની ટીમે માતા અને બાળકનો જીવ બચાવી બંનેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રસૂતાના સગાએ 108 ની સમગ્ર ટીમનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, 108 એ સાચા અર્થમાં વરદાન રૂપ સાબીત થઈ .

Back to top button