નેશનલ

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પંજાબી ગાયક બબ્બુ માનની SIT એ કરી પૂછપરછ, ફરી બોલાવાશે ?

Text To Speech

પંજાબી ગાયક બબ્બુ માન આજે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ કરી રહેલી SIT સમક્ષ હાજર થયો હતો. તેની બે કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, બબ્બુ માને હત્યામાં તેની ભૂમિકાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને પોતે આ અંગે કંઈપણ ન જાણતો હોવાનું જણાવ્યું હતું. ગાયકની પૂછપરછ કર્યા બાદ એસએસપી માનસાએ કહ્યું કે જો જરૂર પડશે તો ગાયકને ફરીથી બોલાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે પંજાબ પોલીસે સિંગર બબ્બુ માન, મનપ્રીત ઔલખ અને મ્યુઝિક ડિરેક્ટર નિશાન સિંહને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્રણેયના કથિત રીતે સિદ્ધુ મુસેવાલા સાથે મતભેદ હતા.

NIAએ પણ પૂછપરછ હાથ ધરી છે

પંજાબી ગાયકોની ગેંગસ્ટરો સાથેના કથિત સંબંધોને લઈને લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર-આતંકવાદી સાંઠગાંઠના કેસોની તપાસ કરી રહેલી NIAએ મનપ્રીત ઔલખ અને બી પ્રાક, અફસાના ખાન અને દિલપ્રીત ધિલ્લોન સહિત અન્ય ચાર ગાયકોની પૂછપરછ કરી છે.

મુસેવાલાના પિતાએ ઈન્ડસ્ટ્રીના લોકોને જવાબદાર ગણાવ્યા હતા

આ મામલામાં સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે ઘણા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે તેમના પુત્રની હત્યા માટે કેટલાક ગાયકો અને સંગીત ઉદ્યોગના લોકો જવાબદાર છે. તેણે પોલીસને તેમના નામ જાહેર કરવાની વાત કરી હતી. આ પછી તેઓ તાજેતરમાં ડીજીપી પંજાબ ગૌરવ યાદવને પણ મળ્યા હતા. આ પછી પંજાબ પોલીસે ત્રણેયને આ સમન મોકલ્યું હતું.

Back to top button