ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : બનાસકાંઠાની નવ વિધાનસભા બેઠકના 75 ઉમેદવારોના ભાવિનો કાલે ફેંસલો, તંત્ર દ્વારા મતગણતરી તૈયારીઓ પૂરી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભાં બેઠક માટે આવતી કાલે ગુરુવારે મત ગણતરી હાથ ધરાશે.જગાણા ખાતે એન્જીનીયરિંગ કોલેજ ખાતે હાથ ધરાનાર મત ગણતરીને લઈ બનાસકાંઠાનું તંત્ર સજ્જ બન્યું છે.એન્જીનીયરિંગ કોલેજના  3 મકાનોમાં અલગ અલગ 3-3 બેઠકોની મત ગણતરી હાથ ધરાશે.જેમાં કુલ ૭૫ ઉમેદવારોના ભાભી નો ફેંસલો થશે જ્યારે દિગ્ગજ નેતાઓનું પણ ભાવી ઘડાશે.

બનાસકાંઠા-humdekhengenews

શંકરભાઈ ચૌધરી, માવજી દેસાઈ, ભગવાનભાઈ પટેલ, કેશાજી ચૌહાણ, જીગ્નેશ મેવાણી, મણીભાઈ વાઘેલાના ભાવિનો થશે ફેંસલો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચારે તરફ ક્યા ઉમેદવારો જીતશે તેની ચર્ચાઓ થઇ રહી છે. જેની વચ્ચે આવતીકાલે ગુરુવારે મત ગણતરી હાથ ધરાશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો માટે આવતીકાલે સવારે 8:00 વાગે થી પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાવાની છે. જેને લઇ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાની તમામ બેઠકો માટે 14 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરાશે.

બનાસકાંઠા-humdekhengenews

જેમાં વાવ વિધાનસભા બેઠક માટે અંદાજિત 24 રાઉન્ડ, થરાદ વિધાનસભા બેઠક માટે 19 રાઉન્ડ, ધાનેરા વિધાનસભા બેઠક માટે 20 રાઉન્ડ, દાંતા વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડ,વડગામ વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડ, પાલનપુર વિધાનસભા બેઠક માટે 20 રાઉન્ડ, ડીસા વિધાનસભા બેઠક માટે 21 રાઉન્ડ, દિયોદર વિધાનસભા બેઠક માટે 19 રાઉન્ડ અને કાંકરેજ વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાવાની છે. મહત્વની વાત છે કે 2 દિવસ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓને લઈ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જેમાં જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર 72.49 ટકા મતદાન નોંધાયું છે. જોકે અત્યારે આ તમામે તમામ વિધાનસભાના 75 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ છે પરંતુ આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાયા બાદ આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે.

બનાસકાંઠા-humdekhengenews

 

દિગ્ગજ નેતાઓનું રાજકિય ભાવી ઘડાશે

બનાસકાંઠા ની હોટ બેઠક ગણાતી થરાદ બેઠક ઉપર શંકરભાઈ ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત, વાવ બેઠક ઉપર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ધાનેરા બેઠક ઉપર ધારાસભ્ય નથાભાઈ પટેલ, માવજી દેસાઈ, ભગવાનભાઈ પટેલ, કાંકરેજ બેઠક ઉપર મંત્રી કીર્તિસિંહ વાઘેલા, અમૃતભાઈ ઠાકોર, દિયોદર બેઠક ઉપર કેશાજી ચૌહાણ, ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, ડીસા બેઠક ઉપર પ્રવીણ માળી, સંજય રબારી, ડો. રમેશ પટેલ, પાલનપુર બેઠક ઉપર અનિકેત ઠાકર, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામ બેઠક ઉપર મણિલાલ વાઘેલા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, દાંતા બેઠક ઉપર ધારાસભ્ય કાંતિલાલ ખરાડી, લાતુ પારઘી જેવા દિગ્ગજોના ભાવિનો પણ ફેંસલો થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણી પરિણામ પહેલા મધુ શ્રીવાસ્તવે “મધપુડો છંછેડ્યો”, ભાજપ માટે કહી મોટી વાત

Back to top button