રિટાયરમેન્ટ બનાવવુ છે ‘ટેન્શન ફ્રી’? તો આ ઉંમરથી આટલી બચત શરૂ કરો
આજની તારીખમાં દરેક વ્યક્તિ વહેલા રિટાયર્ડ થવા ઇચ્છે છે. કોઇ વ્યક્તિને 40 વર્ષે રિટાયર્ડ થઇ જવુ છે તો કોઇને 50 વર્ષે અને કોઇને 60 વર્ષે. હા દરેક વ્યક્તિ પોતાના રિટાયર્ડમેન્ટને સમૃદ્ધ બનાવવા ઇચ્છતી હોય છે. સંતાનો મોટા થઇ જાય અને જિંદગીની જવાબદારીઓ પુર્ણ થઇ જાય. ત્યારબાદ પતિ-પત્ની શાંતિ પુર્વક જીવનનિર્વાહ ચલાવીને તેમને ગમતી પ્રવૃતિઓમાં બાકીનું જીવન પસાર કરી શકે. દરેક વ્યક્તિ આવી ટેન્શન ફ્રી લાઇફ ઇચ્છે તો છે, પરંતુ તેના માટેનું પ્લાનિંગ કરી શકતા નથી.
ઘણી વખત વ્યક્તિ સારુ એવુ કમાતી હોવા છતાં દેખાદેખીમાં બચત કરી શકતી નથી. કેમકે મોટાભાગના લોકો રિટાયર્ડમેન્ટને લઇને ગંભીર હોતા નથી. દરેક વ્યક્તિ બચતને પ્રાધાન્ય આપતા નથી અને પછી અમુક ઉંમરે કામ કરીને થાકી જાય છે. તો આવો જાણીએ રિટાયર્ડમેન્ટનું પ્લાનિંગ કેવી રીતે કરવુ જોઇએ?
લગભગ દરેક વ્યક્તિ 25 વર્ષની ઉંમરે નોકરી કરવાનું શરૂ કરી દેતી હોય છે, પરંતુ ત્યારે દરેક વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કે સેવિંગ વિશે વિચારતી નથી. લગ્ન અને સંતાનો થયા બાદ જ લોકો સેવિંગ અંગે વિચારે છે. પ્રાઇવેટ જોબ વાળા લોકોને કોઇ અન્ય લાભ મળવાના ન હોવાથી તેમણે સૌથી પહેલા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવુ જોઇએ. દરેક વ્યક્તિએ પહેલી જોબથી જ રોકાણનું પ્લાનિંગ કરવુ જોઇએ. તો તમે નાની ઉંમરમાં સારા એવા પૈસા મેળવી શકશો. તમને રોકાણ, બચત અને મેનેજમેન્ટ માટે સારો એવો સમય પણ મળી જશે.
જો તમે 25થી 35 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો…
આ ઉંમરમાં લોકો ઓછુ કમાતા હોય છે. કોઇ પણ ચિંતા કર્યા વગર ખર્ચ કરે છે. મોટાભાગના લોકો આ ઉંમરમાં પૈસા બચાવતા નથી જો કોઇ પણ વ્યક્તિ આ ઉંમરમાં રોકાણ શરૂ કરી દે તો કોઇ પણ નાણાંકીય તકલીફોનો સામનો નહીં કરવો પડે અને તમે ઇચ્છશો ત્યારે નિવૃત પણ થઇ શકશો. જો તમે 25 વર્ષની ઉંમરે માત્ર 2000 રૂપિયાની SIP કરો છો અને આ ક્રમ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે તો તમારી પાસે 1 કરોડ 35 લાખ રૂપિયા હશે. આ ગણતરી 12 ટકા વ્યાજના આધારે કરાઇ છે. એનાથી વધુ પૈસા પણ મળી શકે છે.
25થી 35 વર્ષના લોકો માટે રિટાયરમેન્ટ પર 2 કરોડ રૂપિયા મેળવવા માટે આ માર્ગ સરળ છે. જો તમે 35 વર્ષની ઉંમરે દર વર્ષે માત્ર 10,000 રૂપિયાનુ રોકાણ કરો છો તો તમે નિવૃતિ સમયે 2 કરોડ રૂપિયા મેળવી શકો છો. વિચારો કોઇ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે 10,000ની SIP કરે તો તેની પાસે કેટલા રૂપિયા હશે. આ રકમ 6 કરોડની આસપાસ થાય છે.
35થી 50 વર્ષના લોકો માટે આ છે નિયમ
35 વર્ષની ઉંમર સુધી મોટાભાગના લોકો સેટલ થઇ ગયા હોય છે. આ ઉંમરમાં વ્યક્તિના ટાર્ગેટ ગંભીર હોય છે. ઘર, ગાડી, બાળકોનો અભ્યાસ અને લગ્ન જેવી અનેક જવાબદારીઓ તેમની પર આવી જાય છએ. જો કોઇ વ્યક્તિની ઉંમર 40 વર્ષ છે તો તેને આગામી 20 વર્ષમાં એટલા પૈસા જોઇએ કે તેની દરેક જરૂરિયાત પુરી થઇ શકે. માત્ર 5-10,000નું રોકાણ કરીને આ ધ્યેય પુરૂ ન કરી શકાય. આ માટે થોડું વધુ રિસ્ક લેવું પડશે. જો કોઇ વ્યક્તિ 40 વર્ષે SIP શરૂ કરે છે તો તેણે 60 વર્ષની ઉંમરમાં 2 કરોડ માટે દર મહિને કમસે કમ 20,000 રૂપિયાની SIP કરવી પડશે. 45 વર્ષ વાળા વ્યક્તિએ 40,000ની SIP કરવી પડશે. જો કોઇ વ્યક્તિ માત્ર 10 વર્ષમાં બે કરોડ એકઠાં કરવા ઇચ્છે છે તો તેણે 90,000 રૂપિયાની SIP કરવી પડશે.
આ પણ જાણો
રોકાણ માટે SIPની જ પસંદગી કરો. બધા પૈસા એક જ જગ્યાએ લગાવવાની જગ્યાએ અલગ અલગ કંપનીઓમાં લગાવો. પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ કરીને જોખમ ઘટાડી શકાય છે. કેટલાક લોકો આજના સમયમાં સીધા ઇક્વિટી માર્કેટમાં પૈસા લગાવે છે, તેમાં રિટર્નની આશા વધુ હોય છે, પરંતુ ત્યાં જોખમ પણ વધુ હોય છે.
આ પણ વાંચોઃ કોન્ફિડન્સ તો કથીરિયાનો : વરાછા બેઠક પર જીત પહેલાં જ લોકોએ કરી અવનવી જાહેરાત