ગુજરાતના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર : આ તારીખે ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 મેચ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ શહેરનાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં 7મી જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ રમાશે. રાજકોટ ખાતે યોજાનાર આ મેચ અંગે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખંઢેરી સ્ટેડિયમમાં ચોક્કા-છક્કાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓને લઈને ક્રીકેટ રસિયાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ
બીસીસીઆઈની સત્તાવાર યાદી જણાવ્યા મુજબ શ્રીલંકા ક્રિકેટ ટીમ ભારત ખાતે છ જેટલી ઇન્ટરનેશનલ મેચ રમવા આવી રહી છે. ત્રણ મહિના પૂર્વે એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાયો હતો. ત્યારબાદ પ્રથમ વખત ભારતની ધરતી પર ભારત તેમજ શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ યોજાવવા જઈ રહી છે. જેમાં ત્રણ વન-ડે મેચ, ત્રણ ટી-20 મેચનો સામેલ છે. આ ત્રણ ટી-20 મેચની સિરીઝ પૈકી એક મેચ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. આગામી 7 જાન્યુઆરીએ રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલાની જમાવટ થશે, જેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દેવામા આવી છે.
આ પણ વાંચો : ATSની મોટી કાર્યવાહી : સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી અંદાજે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનું પલડું ભારે
ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચો પૈકી મોટાભાગની મેચોમાં ભારતે જીત હાંસિલ કરી છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ચાર ટી-20 મેચ રમાઈ ચૂકી છે. જે પૈકી ત્રણ મેચ અત્યાર સુધી ભારત જીતી ચૂક્યું છે. જ્યારે એક મેચમાં ભારતની હાર થઈ હતી. સાથે જ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ બાદ રાજકોટ જામનગર હાઇવે પર બનેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી જુદા-જુદા છ દેશની ક્રિકેટ ટીમ મેચ રમી ચૂક્યું છે, ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાતમી એવી વિદેશી ક્રિકેટ ટીમ બનશે કે જે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પૂર્વે એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાયો હતો. ત્યાર બાદ પ્રથમ વખત ભારતની ધરતી પર ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ યોજાવવા જઈ રહી છે. આ માટે એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.