ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

દાહોદ સ્ટ્રોંગ રૂમની બહાર અવરજવરથી EVMમાં ચેડાની શંકા, આપ-કોંગ્રેસના કાર્યકરો કરશે પહેરો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બંન્ને તબક્કનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આવતીકાલે 182 બેઠક પર 1621 ઉમેદવારોના ભાવિનું પરિણામ જાહેર થશે. જેથી સૌ કોઈની નજર ચૂંટણીના પરિણામ પર રહેલી છે. ત્યારે દાહોદમાં સ્ટ્રોંગ રૂમની આસપાસ અવર જવરની વાત વહેતી થતા આપ અને કોંગ્રેસના કાર્યકરો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા.

5 ડિસેમ્બરે દાહોદ જિલ્લાની છ વિધાનસબા બેઠક માટે મતદાન પૂર્ણ થતા ઇવીએમને સરકારી એન્જીનીયર કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે અહી સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધવાના સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસ અને આપનાં કાર્યકરો દોડી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો.

દોહોદ - humdekkhengenews

આપ અને કોગ્રેસના કાર્યકરોએ મચાવ્યો હંગામો

રાજકારણનાં આ ગરમાવા વચ્ચે દાહોદનાં સ્ટ્રોંગ રૂમ આગળ હંગામો થયો હતો. સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધવાના સમાચાર મળતા કોંગ્રેસ અને આપનાં કાર્યકરોએ સ્થળ પર પહોંચી હંગામો મચાવ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :EXIT Pollમાં ભાજપ સરકાર ભલે બનાવે પરંતુ AAPને નજર અંદાજ ન કરી શકાય

હોસ્ટેલના વિદ્યાર્થીઓ અવરજવર કરતા શંકા

આ બનાવની પ્રાથમિક માહિતી અનુસાર સ્ટ્રોગ રૂમની આસપાસ અવર જવર કરનારા એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતુ. એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગેટ ઉપર અવરજવર કરતા શંકાઓ ઉભી થઈ હતી.

સ્ટ્રોંગરૂમની બહાર કોંગ્રેસ અને આપનાં કાર્યકરોનો પહેરો

પોલીસે કાર્યકરોને સમજાવતા મામલો થાળે તો પડ્યો હતો પરંતું આપ અને કોંગ્રેસના કાર્યકરોને ઇવીએમમાં ચેડા થઇ શકે તેવી શંકા થતા સ્ટ્રોંગરૂમની બહાર પહેરો ગોઠવી દીધો છે. અને જ્યાં સુધી મતગણતરી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં.

Back to top button