EXIT Pollમાં ભાજપ સરકાર ભલે બનાવે પરંતુ AAPને નજર અંદાજ ન કરી શકાય
એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ફરી એક વખત ભાજપની સરકાર બનવાની શક્યતા છે. એક્ઝિટ પોલ અનુસાર ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે ફરી એક વખત તૈયાર છે. જોકે, પાર્ટી ભલે સરકાર બનાવવામાં સફળ થતી જોવા મળતી હોય પરંતુ પ્રથમ વખત ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીના પ્રદર્શનને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી.
એક્ઝિટ પોલ અનુસાર AAP રાજ્યમાં ભાજપને ભલે માત ના આપી શકતી હોય પરંતુ કોંગ્રેસના મત કાપીને વિપક્ષી પાર્ટીના રૂપમાં દમદાર હાજરી નોંધાવવામાં સફળ થતી જોવા મળી રહી છે. આ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે સારા સંકેત નથી.
આમ આદમી પાર્ટી કેટલુ નુકસાન કરશે?
એબીપી સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 15 ટકા વોટ મળી શકે છે. પાર્ટી જો 15 ટકા મત પોતાના નામે કરે છે તો તેમાં 10 ટકા કોંગ્રેસના વોટર અને સાડા 3 ટકા ભાજપના વોટર આમ આદમી પાર્ટીના પક્ષમાં જતા રહેશે. એક્ઝિટ પોલ અનુસાર આપને જો સિંગલ ડિઝિટમાં પણ બેઠક મળે છે તો તેનો અર્થ એવો હશે કે આમ આદમી પાર્ટી ભાજપના ગઢમાં પ્રથમ વખત ગાબડુ પાડી રહી છે.
એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 49 ટકા મત મળ્યા છે. કોંગ્રેસને 33 ટકા અને આમ આદમી પાર્ટીને 15 ટકા મત મળ્યા છે. અન્યને 3 ટકા વોટ શેર મળી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી જે આ વખતે 16-30 બેઠક મળી શકે છે. જેનો અર્થ એવો થાય છે કે કોંગ્રેસના વોટરોએ આ વખતે આમ આદમી પાર્ટીને મત આપ્યો છે.
ગુજરાતમાં 15 ટકા મત કેજરીવાલની પાર્ટીને મળે છે તો ગુજરાત પોતાની ચૂંટણી રાજનીતિમાં બદલાવ ઉભો થઇ જશે, આમ આદમી પાર્ટીના ચૂંટણી મેદાનમાં ઉતરવાને કારણે મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.
1990માં જ્યારે જનતા દળ ચૂંટણી મેદાનમાં ઉતર્યુ હતું તો કોંગ્રેસના વોટ શેરમાં ગાબડુ પડ્યુ હતુ જેને કારણે ભાજપનો ઉદય થયો હતો, તે બાદ 27 વર્ષથી કોંગ્રેસ ફરી એક વખત રાજ્યની સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
પંજાબની ફૉર્મૂલા પર ચાલી રહી છે AAP
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પંજાબની જેમ ચાલી રહી છે. આ પાર્ટીએ પંજાબમાં 2017માં ચૂંટણી લડી હતી અને અકાલી દળને પાછળ છોડતા મુખ્ય વિપક્ષી દળ બનીને ઉભર્યુ હતું. તે બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવીને સત્તા મેળવી શકે છે. આ ફૉર્મૂલા સાથે આ પાર્ટી ગુજરાતમાં પણ મુખ્ય વિપક્ષી દળ બનવા તૈયાર છે. એવામાં પાર્ટીને આગામી ચૂંટણી સુધી મજબૂત કરવાની તક મળી જશે.