મોરબી દુર્ઘટના પર ખોટી ટ્વીટ કરનાર TMCનેતા સાંકેત ગોખલે કોણ છે ?, જાણો કેમ કરાઈ ધરપકડ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદની કોર્ટે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગોખલેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરબી પુલ દુર્ઘટના પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે મંગળવારે જયપુરથી તેમની ધરપકડ કરી હતી. સાંકેત ગોખલની ટ્વીટમાં મોરબી પુલ તૂટી પડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત સંબંધિત કથિત સમાચારને સમર્થન આપવામાં આવ્યું હતું. સાકેત ગોખલેના ટ્વિટમાં PM મોદીની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતી RTI અરજી હતી. જે તપાસ દરમિયાન ખોટો નિકળતા તેમના પર આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સાંકેત ગોખલેની ધરપકડ કેમ કરાઇ
ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની એક ટ્વીટને લઈને મંગળવારે રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. તેમણે ટ્વીટમાં પુલ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોરબી પ્રવાસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝનું સમર્થન કર્યું હતું. સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે ટ્વિટર પર એક સમાચાર શેર કર્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માહિતીના અધિકાર (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ઓક્ટોબરમાં પુલ ધરાશાયી થયા બાદ PM મોદીની મોરબીની મુલાકાત પર ગુજરાત સરકારે રૂ. 30 કરોડનો ખર્ચ કર્યો હતો. સરકારની ફેક્ટ-ચેકિંગ સંસ્થા PIBએ તેને ફેક ગણાવી હતી. પીઆઈબીનો દાવો છે કે આવી કોઈ આરટીઆઈનો જવાબ આપવામાં આવ્યો નથી. સાકેત ગોખલે પર આરોપ છે કે તેણે PMની છબી ખરાબ કરવાના હેતુથી મોરબીની ઘટના પર ખોટું ટ્વીટ કર્યું હતું. મળતી માહિતી મુજબ ગોખલેના આ ટ્વિટ અંગે બીજેપી નેતા અમિત કોઠારીએ પોલીસને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો :સોશિયલ મીડિયા સ્ટાર ખજુરભાઈએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની
જાણો કોણ છે સાંકેત ગોખલે
સાકેત ગોખલે તૃણમૂલ કોંગ્રેસ TMCના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેઓ ઓગસ્ટ 2021માં પાર્ટીમાં જોડાયા હતા. ગોખલે પોતાને ટ્રાન્સપેરેંસી ઇન્વેસ્ટીગેટર અને સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખાવે છે. તે આરટીઆઈ ઇન્વેસ્ટીગેટર છે તેમણે અત્યાર સુધીમાં પેગાસસ સ્પાયવેર, બેંક લોન અને ટુકડે ટુકડે ગેંગ સહિતના વિવિધ કેસોમાં આરટીઆઈ દાખલ કરી ચૂંક્યા છે. ટીએમસી પહેલા તેઓ કોંગ્રેસમાં પણ જોડાઈ ચૂક્યા છે અને તેઓ રાહુલ ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા. 2019માં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બે વર્ષ પહેલા સાકેત ગોખલેએ અલાહાબાદ હાઈકોર્ટમાં રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ સમારોહને રોકવા માટે અરજી કરી હતી. ગોખલેએ કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન 2.0 ની ગાઇડલાઇન અને જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં રામ મંદિરના આયોજન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.