ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી અંદાજિત 59 ટકા અને અંતિમ આંકડામાં 6 ટકા મતદાન ? રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે ચૂંટણી પંચે જાહેર કરેલાં આંકડા પર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. બીજા તબક્કામાં મતદાન વધીને 65.30 ટકા થયું છે, જેમાં એક અનુમાન અનુસાર સોમવારે છેલ્લા 1 થી 2 કલાકમાં એટલે કે 4 થી 5 વાગ્યા સુધી અને ત્યાર બાદ લાઈનમાં હાજર હોય તે લોકો સુધી 16.34 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું છે. તેમજ ડેટા અપલોડ સામે પણ કેટલાંક સવાલો ઊભા થઈ રહ્યા છે.

મતદાનની અવધિ સાંજે 5 વાગ્યે પૂર્ણ થાય ત્યાર બાદ પછી ECIના TURNOUT પર સાંજના 7 કલાક સુધી 93 બેઠકો પર અંદાજિત સરેરાશ 58.80% વોટિંગ બતાવવામાં આવી રહ્યું હતું. જે પછી ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓમાં 65.30% જાહેર થયું છે. જેના કારણે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કે મુખ્ય આંકડાથી 2 થી 3 ટકા સુધી સમજી શકાય પણ અહીં તફાવત 6 ટકાનો ઊભો થયો છે.

આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી 2022 : કમલમ ખાતે જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ

રાજકીય વિશ્લેષકો પણ આ મુદ્દાને ગંભીરતાથી જોઈ રહ્યા છે. અગાઉના સમયમાં સામાન્ય રીતે ચૂંટણીઓમાં પ્રાથમિક અને અંતિમ મતદાનની ટકાવારી વચ્ચે 2 થી 3 ટકાનો તફાવત રહેતો હોય છે. પરંતુ આ વખતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.11 ટકા પ્રાથમિક અહેવાલ બાદ બીજા દિવસે ફાઈનલ રિપોર્ટમાં 65.30 ટકા મત પડ્યાનું જાહેર થયું હતું. જે મૂળ કરતાં 5 ટકાથી પણ વધુનો તફાવત દર્શાવી રહ્યું હતું.

જિલ્લો મતદાન (%)માં
બનાસકાંઠા 72.49
પાટણ 66.07
મહેસાણા 66.41
સાબરકાંઠા 71.43
અરવલી 67.55
ગાંધીનગર 66.89
અમદાવાદ 59.05
આણંદ 68.42
ખેડા 68.55
મહિસાગર 61.69
પંચમહાલ 68.44
દાહોદ 60.07
વડોદરા 65.83
છોટા ઉદેપુર 66.54
કુલ 65.30

જો વાત અંતિમ કલાકોની કરવામાં આવે તો સૌથી વધુ પાટણ જિલ્લામાં 11.56 ટકા અને બનાસકાંઠામાં 9.84 ટકા મતદાન પાછળથી વધ્યું છે. જેના સામે અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં અંતિમ કલાકોમાં પણ નિરસતા જ જોવા મળી હતી. આ તમામ વચ્ચે 8 ડિસેમ્બરના મતદાનના પરિણામો પર સૌ કોઈની નજર રહેવાની છે. કેમકે પ્રારંભિક રૂઝના કરતાં પણ અંતિમ તબક્કાની મતગણતરી સૌ કોઈને આંચકો આપે તો નવાઈ નહીં.

તમારો અભિપ્રાય : ગુજરાતમાં કોની સરકાર બનશે?

મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

તમારો અભિપ્રાય : ગુજરાત વિધાનસભા-2022માં ભાજપને કેટલી બેઠકો પર જીત મેળવશે ?

Back to top button