પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ ન્યાયિક તપાસની અરજી ફગાવાઈ
સુપ્રીમ કોર્ટે મંગળવારે (06 ડિસેમ્બર) પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ ન્યાયિક તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અંગે કોર્ટે આદેશ પણ જારી કર્યો છે. CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ PS નરસિમ્હાની ખંડપીઠે ધ્યાન દોર્યું હતું કે જો અરજદાર નારાજ હતો તો તેણે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવી જોઈતી હતી. જેના જવાબમાં અરજદારે કહ્યું કે તે ક્યુરેટિવ પિટિશનમાં વિશ્વાસ નથી કરતો. આવી સ્થિતિમાં, કોર્ટે જવાબ આપ્યો કે તે આ મામલે મદદ કરી શકે નહીં.
શું આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો હતો ?
અરજદારે આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ CJI ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે તેના કેસને નિરંકુશ રીતે ફગાવી દીધો હતો. તેણે માત્ર 10 મિનિટ સુધી સુનાવણી હાથ ધરી અને કોર્પોરેટ બોડીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કોર્ટે કહ્યું કે લેબર કોર્ટે પણ અરજદાર વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.
કેસમાં કોર્ટે શુ ટિપ્પણી કરી છે ?
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, ‘તમે કહ્યું કે હાઈકોર્ટે નિર્ણયને ખોટી રીતે ફેરવ્યો હતો. રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યા પછી તમે પીઆઈએલ દાખલ કરી. સમજાવો કે અરજદાર ક્યુરેટિવ પિટિશનની તરફેણમાં ન હતો. આવી સ્થિતિમાં કોર્ટે મામલો થાળે પાડ્યો હતો.