જસ્ટિસ તાશી રાબસ્તાન બન્યા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ તાશી રાબસ્તાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ તાશી રબસ્તાન 8 ડિસેમ્બરથી બંને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ તાશી હાલમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, ભારતના રાષ્ટ્રપતિએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયની ફરજો નિભાવવા માટે જસ્ટિસ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે.
મહત્વના મુદ્દાઓ અંગે નિર્ણયોમાં ઝડપ થશે
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ તાશી રાબસ્તાનની નિમણુંક કરવામાં આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના આવવાથી હવે જમ્મુ કાશ્મીર તથા લદાખના પ્રશ્નો ઝડપથી હલ થવાના છે તેમજ મોટાભાગના સવાલોનું નિરાકરણ આવતું શરૂ થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહિયાં અનેકો કેસ પેન્ડિંગ પડ્યા છે. જેને સુલઝાવવા એક મોટો પડકાર છે.