બનાસકાંઠામાં મતદારોનો અદમ્ય ઉત્સાહ: જિલ્લામાં સરેરાશ 72.49 ટકા મતદાન
- સૌથી વધુ મતદાન થરાદમાં 86.91 ટકા, સૌથી ઓછું પાલનપુરમાં 62.63 ટકા
- 8 મી ડિસેમ્બરે જગાણા એન્જીનિયરીંગ કોલેજ ખાતે નવ બેઠકોની મતગણતરી
પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તા. 5 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં કુલ-9 વિધાનસભા બેઠકો પર બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ હતી. જિલ્લાની નવ બેઠકો પર સરેરાશ 72.49 ટકા ભારે મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર 86.91 ટકા અને સૌથી ઓછું મતદાન પાલનપુર બેઠક પર 62.63 ટકા નોંધાયું છે. આગામી તારીખ 8 મી ડિસેમ્બરે જગાણા સ્થિત એન્જીનિયરીંગ કોલેજ ખાતે તમામ નવ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના 2613 મતદાન મથકો પર લોકોએ ઉત્સાહપૂવર્ક ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કુલ-24,90,926 નોંધાયેલા મતદારો પૈકી પુરૂષ મતદારો-9,75789 અને સ્ત્રી મતદારો-8,29,869 અને 4 અન્ય મતદારો મળી કુલ 18,05,662 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.
જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર થયેલ મતદાન