સ્પોર્ટસ

Ind vs Ban 2nd ODI: મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, આ પ્લેયર થશે ટીમની બાહર

ટીમ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ વનડે શ્રેણી (Ind Vs Ban ODI)માં પાછળ રહી ગઈ છે. ત્યારે ઈન્ડિયાને કમબેક કરવાની છેલ્લી તક છે. આ મેચ મીરપુરના શેર-એ-બંગલા સ્ટેડિયમમાં રમાવાની છે. રોહિત શર્માની ટીમ માટે આ કરો યા મરો મેચ છે. ત્યારે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે, કારણ કે શાર્દુલ ઠાકુરની ફિટનેસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રથમ વનડેમાં શાર્દુલ ઠાકુરને બોલિંગ દરમિયાન ઘણી તકલીફ થઈ રહી હતી ત્યારે આવી સ્થિતિમાં તે બીજી વનડેમાં રમશે કે નહીં તે તેની ફિટનેસ પર આધાર રાખે છે. કારણ કે વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ યોજાવાની છે, આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લઈ શકે તેમ નહીં.

શાર્દુલને આરામ મળશે તો મેચ રમશે કોણ?

આ જ કારણ છે કે શાર્દુલ ઠાકુરને બીજી વનડેમાં આરામ મળી શકે છે, જો આવું થાય છે તો ભારતને પ્લેઈંગ-11માં ફેરફાર કરવો પડશે અને અહીં જમ્મુના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને રમવાની તક મળી શકે છે. ઉમરાન મલિકે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 3 વનડે રમી છે, જેમાં તેની પાસે માત્ર 3 વિકેટ છે. ઉમરાને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું, તેથી આ પ્રથમ વખત હશે જ્યારે તે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રમશે અને બાકીના સિનિયર ખેલાડીઓ પણ પ્લેઇંગ-11નો ભાગ હશે.

આ પણ વાંચો: રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધુળ ચટાડી

આવતી કાલે કરો યા મરો મેચ:

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ODI મેચ (Ind Vs Ban ODI) મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ થશે. આ સીરીઝની તમામ મેચ સોની લિવ એપ પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ છે. ભારતીય ટીમ પ્રથમ વનડેમાં 1 વિકેટે હારી ગઈ હતી.

રોમાંચક મેચમાં 9 વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ છેલ્લી વિકેટ માટે મેહદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહેમાન વચ્ચે 51 રનની મજબૂત ભાગીદારી થઈ અને આ ટેલન્ડર જોડી મેચ બચાવવામાં સફળ રહી. ટીમ ઈન્ડિયા હાલમાં 3 વનડે શ્રેણીમાં 1-0થી પાછળ છે. ભારતીય ટીમને શ્રેણીની શરૂઆત પહેલા જ મોટો ફટકો પડ્યો છે જ્યારે ઋષભ પંત ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Back to top button