PM મોદી ટોક્યોમાં 24 મેનાં રોજ મળનારી ક્વાડ શિખર સંમેલન અંતર્ગત જાપાન પહોંચી ગયા છે. આ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઓસ્ટ્રેલિયા તેમજ જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.
#WATCH | Japan: Indian diaspora in Tokyo calls PM Modi “Bharat Ma Ka Sher” as they hail him with chants and placards.
PM Modi will be participating in Quad Leaders’ Summit as part of his 2-day tour starting today, May 23. pic.twitter.com/aIQ8gyE62V
— ANI (@ANI) May 23, 2022
PM મોદીએ પ્રવાસી ભારતીયોનો આભાર માન્યો
જાપાનમાં પહોંચ્તા જ વડાપ્રધાન મોદીનું ભારતીય સમુદાયના લોકો દ્વારા ભારે જોશ અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે વડાપ્રધાન મોદીએ તમામ પ્રવાસી ભારતીયોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જાપાનના ભારતીય સમુદાયના લોકોએ વિભિન્ન ક્ષેત્રોમાં અગ્રણી યોગદાન આપ્યું છે. તેઓ ભારતમાં પણ પોતાની મૂળિયા સાથે જોડાયેલા રહ્યાં છે. હું ઉમળકાભેર સ્વાગત માટે જાપાનમાં પ્રવાસી ભારતીયોનો આભાર વ્યક્ત કરું છું.
ભારતીય સમુદયાના લોકોને સંબોધિત કરશે મોદી
PM મોદી આજે સાંજે ચાર વાગ્યે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. વડાપ્રધાનનું ટોક્યોમાં ભારતીય સમુદાયના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે એક પાંચમા ધોરણના વિદ્યાર્થી વિઝુકીએ કહ્યું- હું હિન્દી વધુ નથી બોલી શકતો પરંતુ સમજી શકું છું. PMએ મારો મેસેજ વાંચ્યો અને મને તેમનો ઓટોગ્રાફ પણ મળ્યો, હું ઘણો જ ખુશ છું.
વડાપ્રધાન મોદીએ બાળકોને આપ્યા આશીર્વાદ, ભારત માતાના નારા લાગ્યા
પારંપરિક વેશભૂષામાં આવેલા બાળકોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અમને આશીર્વાદ અને ઓટોગ્રાફ આપ્યા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના સ્વાગત માટે આવેલા ભારતીય સમુદાયના લોકોએ ભારત માતાના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે લોકોએ કહ્યું કે અમે જાપાનમાં PM મોદીના સ્વાગત લઈને ખુશ છીએ, તેમની ઉર્જા ઘણી જ પ્રશંસનિય છે. તેઓએ અમને એક ભારતીયને બધી જ જગ્યાએ ગર્વ-સન્માન અપાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના નવા PM સામેલ થશે
જાપાન રવાના થતાં પહેલા PMએ કહ્યું કે ઓસ્ટ્રેલિયના નવનિર્વાચિત વડાપ્રધાન એન્થની અલ્બનીસ પહેલી વખત ક્વાડ નેતાઓ સાથે શિખર વાર્તામાં ભાગ લેશે. તેઓ તેમની સાથે દ્વિપક્ષીય બેઠકને લઈને ઉત્સાહિત છે, જેમાં વ્યાપક રણનીતક ભાગીદારી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સહયોગ અને પરસ્પર હિતના ક્ષેત્રીય તેમજ વેશ્વિક મુદ્દે ચર્ચા થશે.
જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
આ યાત્રા દરમિયાન PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેમજ ક્ષેત્રીય વિકાસ અને સમસામાયિક વૈશ્વિક મુદ્દે પણ સંવાદ કરશે.