હેલ્થ
જો તમે 6 કલાક કરતાં ઓછી ઊંઘ લો છો, તો થઈ શકે છે સ્વાસ્થય સંબંધિત કેટલીક સમસ્યાઓ
ભાગદોડ વાળા આ વ્યસ્ત જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણને ઊંઘવાનો પૂરતો સમય પણ નથી મળતો. પૂરતી ઊંઘ ન મળવાથી માણસની જાતીય પ્રવૃત્તિની ઈચ્છા ઘટી શકે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, વિચારશક્તિમાં સમસ્યા ઊભી થઈ શકે છે અને વજન વધી શકે છે. જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે, ત્યારે તમને કેન્સર, ડાયાબિટીસ અને કાર અકસ્માતનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. જો તમારી ઊંઘ 6 કલાકથી ઓછી હોય તો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ઘેરી શકે છે. તો ચાલો જાણીએ પૂરતી ઊંઘ ન થવાથી થતી સમસ્યાઓ વિશે…
- તમે બીમાર પડી શકો છો
જો તમારા શરીરને પૂરતી ઊંઘ ના મળે તો એ તમારી બીમારી સામેની લડત લડવાની શક્તિ પર અસર કરે છે. જેના કારણે તમે સરળતાથી બીમાર પડી જાઓ છો. સંશોધકોએ જોયું કે, ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચે ઊંડો સંબંધ છે. જેથી તમે અનેક બિમારીમાં સંપડાઈ શકો છો. - તમારા હૃદયને નુકસાન થઈ શકે છે
જો તમે રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લો છો અથવા 9 કલાકથી વધુ ઊંઘો છો, તો તે તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. - તમને કેન્સરનું જોખમ વધે છે
ઓછી ઊંઘ સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના ઊંચા દરો સાથે સંકળાયેલ છે. જે લોકો રાત્રે પેતાનું કામ કરે છે તેઓને આ જોખમ વધારે છે. - તમે વસ્તુઓ ભૂલી જવાનું શરૂ કરો છો
પૂરતી ઊંઘ ન લેવાથી તમે તમારા જીવન સાથે જોડાયેલ અનેક બાબતો ભૂલી જવાય છે, મોટી સંખ્યામાં થયેલા સંશોધનો પણ દર્શાવે છે કે, ઊંઘની ઉણપએ તમારા જીવનમાં કઈક નવું શીખવાની અને યાદશક્તિને પણ અસર કરે છે. - તમારું વજન વધી શકે છે
ઊંઘના અભાવે તમારું વજન પણ વધી શકે છે. એક અભ્યાસમાં 20 વર્ષથી વધુ ઉંમરના 21,469 પુખ્ત વયના લોકોમાં ઊંઘ અને વજન વચ્ચેના સંબંધની તપાસ કરવામાં આવી હતી. ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન જે લોકો દરરોજ રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા તેઓનું વજન વધવાની અને આખરે મેદસ્વી થવાની શક્યતા વધુ હતી. - ડાયાબિટીસનું જોખમ વધારે છે
જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમને પણ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. સંશોધકોએ ઊંઘ અને ડાયાબિટીસ પર કેન્દ્રિત 10 જુદા જુદા અભ્યાસોની તપાસ કરી. તેમના તારણો દર્શાવે છે કે, જો તમારા શરીરને 7 થી 8 કલાક આરામ મળે છે, તો તે ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. - તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે
જો ઉપરના કારણો તમને પૂરતા નથી લાગતા, તો ઓછામાં ઓછું તમારી ત્વચા માટે પૂરતી ઊંઘ લો. એક સંશોધનમાં, 30 થી 50 વર્ષની વયના લોકોના જૂથનું મૂલ્યાંકન તેમની ઊંઘની આદતો અને તેમની ત્વચાની સ્થિતિના આધારે કરવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે, જે લોકો ઓછી ઊંઘ લે છે તેઓમાં ફાઈન લાઈન્સ, કરચલીઓ, અસમાન ત્વચાનો રંગ અને ઝૂલતી ત્વચા વધુ જોવા મળે છે.