ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બીજા તબક્કામાં પણ શહેરી વિસ્તારમાં નિરસ મતદાન, કુલ 64.89% વોટિંગ થયું; અમદાવાદમાં સૌથી ઓછું, બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી હવે અંતિમ પડાવમાં જ છે. બે તબક્કાના મતદાન બાદ લોકોની નજર હવે પરિણામ પર છે, જે 8મી ડિસેમ્બર જાહેર થશે. સોમવારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થયું. જો કે પહેલા તબક્કાની જેમ જ શહેરી વિસ્તારમાં મતદાન પ્રત્યે ઉદાસિનતા જોવા મળી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વોટિંગ થયું. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં બીજા તબક્કામાં કુલ 64.39 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી ઓછું અમદાવાદ જિલ્લાનું છ જ્યારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદાન થયુ હતુ.

જિલ્લો મતદાન (%)માં
બનાસકાંઠા 71.40
પાટણ 65.34
મહેસાણા 66.40
સાબરકાંઠા 70.95
અરવલી 67.55
ગાંધીનગર 65.66
અમદાવાદ 58.32
આણંદ 67.80
ખેડા 67.96
મહિસાગર 60.98
પંચમહાલ 67.86
દાહોદ 58.41
વડોદરા 63.81
છોટા ઉદેપુર 64.67
કુલ 64.89

આ માંધાતાઓના રાજકીય ભાવિ EVMમાં સીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ, ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલુ, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠક મહત્વપૂર્ણ છે.

આ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી રિષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જૂન ચૌહાણ સહિત આઠ મંત્રીઓના રાજકીય ભાવિ EVMમાં કેદ થઇ ગયા છે. ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વીરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર, વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી ચૂંટણી મેદાનમાં છે.

Back to top button