સ્પોર્ટસ

રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધુળ ચટાડી

Text To Speech

રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધુળ ચટાડી hum dekhenge news

ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને પહેલી ટેસ્ટ મેચમાં 74 રનથી હરાવી દીધુ છે. આ જીત સાથે તેણે ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી બઢત મેળવી છે. રાવલપિંડીમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને જીત માટે 343 રનોનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ મેચના છેલ્લા દિવસે અંતિમ સેશનમાં બીજી ઇનિંગ્સ 268 રન પર સમેટાઇ ગઇ હતી.

ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 22 વર્ષ બાદ તેના ઘરમાં ટેસ્ટ મેચમાં હરાવ્યુ છે. આ પહેલા છેલ્લી વખત તેણે 2002માં કરાચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યુ હતુ. હવે ત્રણ મેચની સીરીઝની બીજી મેચ નવ ડિસેમ્બરે રમાશે.

પાકિસ્તાન માટે બીજી ઇનિંગમાં સઉદ શકીલ 76 રનોની શાનદાર મેચ રમ્યો, તો ઇમામ ઉલ હકે 48 અને વિકેટકીપર મહોમ્મદ રિઝવાને 46 રનોનું યોગદાન આપ્યું હતુ. પાકિસ્તાન ટીમે પાંચ વિકેટ પર 259 રન બનાવી લીધાં હતાં અને જીત તરફ આગળ વધી રહ્યાં હતાં પરંતુ આગા સલમાન અને અઝહર અલીની વિકેટે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું.

Back to top button