પાલનપુર : ડીસામાં વેન્ટિલેટર પર જીવતા દર્દીનો મત કરવાનો આગ્રહ, એમ્બ્યુલન્સમાં લાવી મતદાન કર્યું
પાલનપુર : આજે લોકશાહીનું પર્વ છે. અને આ પર્વમાં મતદાન કરીને ઉજવણી કરાઈ રહી છે.ત્યારે ડીસામાં એક વેન્ટિલેટર પર જીવતા દર્દીએ મત કરવાનો આગ્રહ રાખતા ડીસામાં આ દર્દીને એમ્બ્યુલન્સમાં લાવી મતદાન કર્યું હતું.
ડીસામાં 80 વર્ષ ના વૃદ્વ તીરથભાઈ ખત્રી છેલ્લા ઘણા સમયથી હોમ આઇશોલેશનમાં વેન્ટિલેટર પર હતા. ત્યારે દર્દી તીરથભાઈએ મતદાનની ઈચ્છા જણાવતા પરિવારે ડોકટરને સાથે રાખી મતદાન કરાવ્યું હતું.
આ અંગે તેમના પરિવારે જણાવ્યું હતું કે, મતદાન ની ઈચ્છા વ્યક્ત કરતા તબીબની ટિમ સાથે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વહીલચેર પર લાવી મતદાન કરાવ્યું હતું. આ અંગે તબીબ એ જણાવ્યું હતું કે, વેન્ટિલેટર પર એક વૃદ્વ દર્દી મતદાન કરી શકે તો ચાલતા -ફરતા લોકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ. તબિબ એ દર્દી તીરથભાઈ ખત્રીની ઈચ્છાને બિરદાવી હતી.
આ પણ વાંચો : બાપુનગરમાં મોંઘવારીના વિરોધ સાથે ફાટેલા કપડે કોંગ્રેસના કાર્યકરોએ કર્યુ મતદાન