ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ડીસામાં નવ પરિણીત યુગલે સંસારની કેડીએ પગ માંડતા પહેલા મતદાન બુથ પર પગમાંડી કર્યું મતદાન

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ વાગ્યા સુધીના આંકડા જોતા ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ડીસામાં એક નવ પરિણીત યુગલે સંસારની કેડીએ પગ માંડતા પહેલા મતદાન બુથ પર પગમાંડી મતદાન કર્યું હતું .

મતદાન -humdekhengenews

ડીસા વિધાનસભા મત વિસ્તારમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે .ગૃહિણીઓથી લઈને વયોવૃદ્ધ લોકો, દિવ્યાંગો, યુવાનો આજે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મતદાન માટેનો ઉત્સાહ એવો છે કે અહીંના એક ઘરમાં લગ્નનો પ્રસંગ છે, અને આજે ચૂંટણીનો પણ પ્રસંગ (અવસર) છે. તેથી નવયુગલે પ્રથમ ચૂંટણીના અવસરમાં સહભાગી બનવાનું નક્કી કર્યું અને પ્રથમ મતદાન કર્યું.

ડીસાના એસ.સી.ડબ્લ્યુ. વિસ્તારમાં રહેતા રાહુલ માળી અને જીનલ માળીએ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતું તેઓએ લગ્ન પછી અને મતદાન પહેલા એવું વિચારીને પ્રથમ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પને સાર્થક કર્યો હતો. આ યુગલે મતદાન કરીને આજના દિવસે તમામ કામો બાજુ પર મુકીને અચુકથી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.

Back to top button